પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સમાજમાં અનોખી પહેલ : દીકરીના ચાંલ્લા પ્રસંગે આવેલ રકમ 51હજાર મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે અપાઈ
*રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં અનોખી પહેલ કરતા પાઠક અલ્કેશ કુમાર પ્રેરણારૂપ બન્યા…*
*દીકરીના લગ્ન પ્રસંગે આવેલ રકમને ઘરમાં નહીં ધાર્મિક કાર્યમાં જ વાપરવા સમાજબંધુઓને સંદેશ આપ્યો..*
પાટણ જિલ્લામાં વઢિયાર પંથકમાં રાધનપુર ખાતે શ્રી રાપરીયા હનુમાનજી મંદિર જે કરોડોના ખર્ચે રામાનંદી વઢિયાર સાધુ સમાજ દ્વારા નિર્માણ પામ્યું છે. ત્યારે જે હનુમાનજી મંદિરનો જીર્ણોદ્વાર પ્રસંગ નજીક હોઈ રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં એક અનોખી પહેલ કરતા પાઠક (સાધુ)અલ્કેશ કુમાર.કે પ્રેરણારૂપ બન્યા છે.સમાજમાં અનોખી પહેલ કરતા અલ્પેકુમારએ પોતાની દીકરીના ચાંલ્લા પ્રસંગે આવેલ ટોટલ રકમ 51,000 અંકે એકાવન હજાર રૂપિયા મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે આપી રામાનંદી સાધુ સમાજમાં અનોખી પહેલ કરી છે.
રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં અનોખી પહેલ કરતા પાઠક અલ્કેશ કુમાર સમાજના દરેક વ્યક્તિ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.કે જેઓએ દીકરીના ચાંલ્લા પ્રસંગે આવેલ રકમ 51, 000 હજાર મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે આપી ધન્યતા અનુભવી હતી સાથેજ સમાજમાં દરેક સમાજબંધુઓને અપીલ કરી જણાવ્યું હતુ કે આપ સમાજબંધુ પણ આ રીતે દીકરી પાછળ આવેલ રકમ ને ધાર્મિક કાર્યમાં વાપરી ઉદાહરણ રૂપ બનવા જણાવ્યું હતુ.
અમદાવાદ નિવાસી પાઠક (સાધુ)અલ્કેશ કુમાર જે. જેઓની દીકરી રીચાબેનના શુભ લગ્ન પ્રસંગે આવેલ ચાંલ્લાની રકમ પેટે રૂપિયા 51,000 (એકાવન હજાર પુરા) રાધનપુર ખાતે આવેલ શ્રી રાપરીયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે આપી સમાજના લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
અમદાવાદ નિવાસી પાઠક (સાધુ) અલ્કેશકુમાર નાં દીકરી રીચાબેનના લગ્ન રાધનપુર તાલુકાના મોટીપીપળી ગામના રહેવાસી નિમાવત (સાધુ) જનકદાસ ના સુપુત્ર રાજકુમાર સાથે કરેલ જેઓ હાલ UK લંડન ખાતે રહે છે.જેઓના ઉત્તમ વિચારોને લઈને સમાજમાં પ્રેરણાદાયક કયુઁ હતું. વધુમાં પાઠક અલ્કેશ કુમારએ જણાવતા કહ્યું હતુ, કે શ્રી રાપરીયા હનુમાનજી દાદા દીકરીઓની સાથે આવેલ છે જેની સત્ય કહાની પણ છે.ત્યારે સમાજમાં આ રીતે દીકરીના લગ્ન પ્રસંગે આવતી ચાલ્લાં ની રકમ ધાર્મિક કાર્યમાં વાપરી પહેલ કરી છે અને સમાજબંધુઓ પણ આ પહેલને વધાવી અન્ય જ્ઞાતિબંધુઓ પણ આગળ આવે અને પહેલ કરી રકમ દાદાના ધામમાં વાપરવા તમામ જ્ઞાતિ બંધુઓને સંદેશ આપ્યો હતો.