ગત તા.૧ ફેબ્રુઆરીના રોજ શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ વંડામાં ધોરણ ૧૦ અને ૧૨નો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શુભ શરૂઆતમાં સરસ્વતીની વંદનાથી કરવામાં આવી. આ પ્રસંગે શાળાને યાદગીરી સ્વરૂપે વિધાર્થીની આયુષી રોહિતભાઇ ઓઝા,તળાવિયા વત્સલ જીતુભાઇ તથા પરિતા મયુરભાઇ ચૌહાણ તરફથી સીલીંગ ફેન તેમજ ધોરણ ૧૨ના ભાઇઓ બહેનો તરફથી ૪ સીલીંગ ફેન સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો હતા.
આ દરમિયાન શાળાના ભૂતપુર્વ વિધાર્થીઓનું સંગઠન શ્રી કર્મયોગ ફાઉન્ડેશન-વંડાના ટ્રસ્ટી ચેતનભાઇ કાછડીયા, અનિલભાઇ નાકરાણી, તેમજ પ્રફુલભાઇ નાકરાણી દ્વારા શાળામાં વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાર્થના ,શાળા સફાઇ,વ્યસનમુક્તિ, વૃક્ષારોપણ ,ટ્રાફિક સપ્તાહ ઉજવણી પર નાટક, નૃત્ય વિગેરે સાંસ્કૃતિક તેમજ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા ૩૨ ભાઇ બહેનોને શ્રી કર્મયોગ ફાઉન્ડેશન તરફથી (૧) પ્રમાણ પત્ર (૨) શિલ્ડ (૩) ઇનામ ( સેન્ડ્વિચ ટોસ્ટર ૨૮ નંગ + વોટર બોટલ ૮ નંગ ) (૪) પેન વિગેરે ઇનામના ખર્ચ પેટે થયેલ ખર્ચની અંદાજિત રકમ રૂ. ૨૦,૦૦૦ ની સહાય ભેટ સ્વરૂપે આપવામાં આવી. આ માટે શાળા પરિવારે ટ્રસ્ટીઓ તેમજ તમામ સભ્યોનો અંત:કરણ પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે તર્કશાસ્ત્રના વિદ્ધાન પીયુષભાઇ વ્યાસે પ્રાચીન ઋષિ પરંપરા અનુસાર ગુરૂ અને શિષ્યો વચ્ચેના જ્ઞાનસેતુ વિશે સમજણ આપી હતી, લાલજીભાઇ કાપડીયાએ સ્વ. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના જીવન ચરિત્ર અને સંઘર્ષથી પ્રગતિ કેમ કરી શકાય તે અંગે, રશ્મિબેન પેઢડીયાએ ફાઈવ પી પ્રેક્ટીસ, પરફેકશન, પર્સનાલીટી, પોઝીટીવીટી તેમજ પ્રેયર વિશે સમજણ આપી હતી, સંજયભાઇ ચૌહાણે નાપાસ થવાય તો નાસીપાસ ન થવું તેમજ આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોથી દૂર રહેવા, તેમજ મનજીબાપા તળાવિયાએ વિદાય લઇ રહેલ ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓને પ્રગતિના પંથે આગળ વધવા માર્ગદર્શન, પ્રોત્સાહન તેમજ આશીર્વચનો પાઠવ્યા હતા.
વિદાય લઇ રહેલ વિધાર્થીઓએ તેમના પ્રતિભાવો તેમજ સંસ્મરણો રજુ કર્યા હતા. વિદાય પ્રસંગે શાળા વાલી મંડળના પ્રમુખ અરવિંદભાઇ તળાવિયાએ વિધાર્થીઓને નાસ્તા માટે રૂ. ૫૦૦૦ તેમજ આચાર્ય સંજયભાઇ ચૌહાણે રૂ.૨૦૦૦ જાહેર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના ભૂતપુર્વ વિધાર્થી ધનજીભાઇ મેપાભાઇ મકવાણા-વંડા ( મેગી એન્ડ મગજ પ્રીમીયમ વિઅર અમદાવાદ) તરફથી ૧. સરવૈયા દિવ્યારાજસિંહ નિર્મળસિહ ૨. કસોટીયા પીયુષ મંગાભાઇ ૩. કસોટીયા વિવેક કાળુભાઇ ૪. ચૌહાણ વનિતા કાળુભાઇને સ્ટુડન્ટ ઓફ ધ યર શ્રેષ્ઠ વિધાર્થી જાહેર કરી તેમને (૧) પ્રમાણ પત્ર (૨) શિલ્ડ (૩) રોકડ પુરસ્કાર પેટે રૂ.૭૦૦૦ ની સહાય કરી હતી તે બદલ સહુએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે સહુ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. ધોરણ ૧૦ અને ૧૨ના વિદાય કાર્યક્રમમાં શાબ્દીક અલંકારોના શણગારથી ભવ્યતા,દીવ્યતા અને પવિત્રતાનું વાતાવરણ ખડું કરનાર મંચ સંચાલનના નિષ્ણાંત,વિનમ્ર્ અને મૃદુભાષી તેમજ સાહિત્ય અને કલાના ઉપાસક ઉમાબેન સાંડસુરે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ હતું.એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા