મારી ટિકિટ કાપવામાં સિંહ ફાળો યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ નો.. સુરેશ સખરેલીયા
જેતપુરનું રાજકારણ પ્રદેશ લેવલ સુધી પહોંચ્યું.
જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં ભારે ખળભળાટ મચ્યો હતો, આખરે આ ડેમેજ કંટ્રોલ થયો છે, જયેશ રાદડિયા પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મનાવવામાં સફળ રહ્યા. જેતપુરમાં ભાજપ 42 સીટો પરથી લડશે ચૂંટણી.


પરિસ્થિતિને કાબૂમાં લેવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે પોતાના નિવાસ સ્થાન બાદ પટેલ સમાજ વાડી ખાતે આજરોજ સખરેલીયા અને અન્ય આગેવાનો અને 14 ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.જેમાં ડ્રેમેજ કંટોલ કર્યો હતો.

જયેશ રાદડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે.જેતપુરમાં ભાજપ પુરા ખતથી ચૂંટણી લડશે અને 42 સીટો પરથી ચૂંટણી લડશે તેમજ વધુમાં જણાવ્યા હતું કે ભાજપ પ્રદેશ દ્વારા મેન્ડેન્ટ આપવામાં આવેલા તમામ ઉમેદવારો ચૂંટણી લડશે અને તમેને નગરપાલિકા સુધી પહોંચાડી છું. રહી વાત પૂર્વ પ્રમુખની ટિકિટ કપાવાની જેમાં પ્રદેશથી આ ઘટના બની હોવાની સ્પષ્ટ વાત કરી હતી

સખરેલીયાએ આ મામલે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટે અંગત રસ લઈ તેમની ટિકિટ કપાવી નાખી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેઓ પ્રદેશ નેતૃત્વને ખટકતા હતા.જે બાદ સખરેલીયાએ સ્પષ્ટ કર્યું કે તેમને મેન્ડેટ ન મળ્યો તેનું દુઃખ નથી, પરંતુ તેઓ હજુ પણ ભાજપ અને રાદડિયા સાથે જોડાયેલા રહેશે.

આગામી દિવસોમાં ચૂંટણી બાદ પ્રદેશ નેતૃત્વ વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરતાં સખરેલીયાએ આરોપ મૂક્યો કે જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે. આ ઘટનાક્રમથી જેતપુર ભાજપમાં જૂના-નવાના સમીકરણો બદલાવાની શક્યતા સર્જાઈ છે.આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે.અને આ વાત પ્રદેશ સુધી પહોંચી છે.