Gujarat

વિહળધામ પાળિયાદમાં પૂજ્ય શ્રી વિસામણબાપુનો ૨૫૭ મોં પ્રાગટ્ય દિવસ ઉજવાયો

લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર અને પાંચાળની પ્રસિદ્ધ દેહાણ જગ્યા વિહળધામ પાળિયાદમાં વસંત પંચમીના અતિ પાવન દિવસે પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુના ૨૫૭ માં પ્રાગટ્ય દિવસની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પાવન દિવસે વિહળધામ પાળિયાદમાં ભવ્ય સરસ્વતી યાગનુ આયોજન કરવામાં આવ્યું હતું….મધ્યાહને ઠાકરની દિવ્ય આરતી કરવામાં આવી હતી જેમાં પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ,જગ્યાના પ્રેરક સંચાલક પરમ પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય દિયાબા,બાલઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ યજ્ઞ તેમજ આરતીમાં જોડાયા હતાં….
જગ્યાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુના ૨૫૭  માં પ્રાગટ્ય દિવસે ભવ્ય અન્નકુટ દર્શનનો લ્હાવો માણી સૌ ઠાકર સેવકો અને વિહળ પરિવાર ધન્ય થયાં. તો સાથો સાથ બણકલ ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો,અને લાપસી આપવામાં આવી આ ઉપરાંત કુતરાને લાડવા,પક્ષીને ચણ,કીડીઓને કીડીયારું અર્પણ કરી વિહળ પ્રાગટ્ય અવસરને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો….ઠાકરના અનેક શ્રધ્ધાળુઓએ આ ક્ષણનો અનેરો લ્હાવો લીધો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર