Gujarat

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત; ૫ લોકોના મોત, ૧૨ લોકો ઇજાગ્રસ્ત

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટવાળા માર્ગમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં સાપુતારા માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં ૫ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાથી ૫૦ જેટલા મુસાફર ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી. જેના પગલે ૫ લોકોના મોત થયા છે. જેમાં ૧૨ મુસાફર ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

વહેલી સવારે આશરે ૪ વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણથતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જાે કે ૫ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે.

ઘાયલ થયેલા તમામને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેકટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.