રાજ્યના પાટનગર ગાંધીનગરના જમીયતપુરા પાસે એક કસ્ટમ ઈન્સ્પેકટર સહિત ત્રણ લોકોને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. જમીયતપુરા પાસેના આઇસીડી કન્ટેનર ડેપોમાં એન્ટિ કરપ્શન બ્યૂરો ના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ૨.૩૨ લાખની લાંચ લેતા ત્રણ લોકો લાંચ લેતા ઝડપાયા હતા.
એસીબીના અધિકારીઓએ કન્ટેનર પાર્કિગમાં વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું હતું. કસ્ટમ ઈન્સ્પેકટર સતીદર સિંહે લાંચ માગી હોવાનું સામે આવી રહ્યું છે. કસ્ટમ વિભાગના ૨ આઉટસોર્સ રેસિડેન્ટ એન્જિનિયર ઝડપાયા હતા.