National

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૭ પાકિસ્તાનીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા

ભારતીય સેનાએ ૪-૫ ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૭ પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ શામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ૪-૫ ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન ૭ પાકિસ્તાની ઘુસણખોરો માર્યા ગયા છે. આ ઘુસણખોરોમાં ૨ થી ૩ પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં બની હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાએ ૪-૫ ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન ૭ પાકિસ્તાની ઘુસણખોરો માર્યા ગયા. આ ઘુસણખોરોમાં ૨ થી ૩ પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ખીણ સેક્ટરમાં બની હતી.

મળતી માહિતી મુજબ પાકિસ્તાની ઘુસણખોરો કુખ્યાત બોર્ડર એક્શન ટીમની મદદથી ભારતીય સૈનિકો પર હુમલો કરવા માંગતા હતા. બોર્ડર એક્શન ટીમોને નિયંત્રણ રેખા પાર કરીને ગુપ્ત હુમલાઓ કરવા માટે તાલીમ આપવામાં આવે છે. આ પાકિસ્તાની એજન્સીએ અગાઉ પણ સરહદ પર ભારતીય સૈનિકો પર હુમલો કર્યો છે. ત્યારે તેમને આપમાં આવતી તાલીમના અનુભવને આધારે આ ટીમ ફરી એકવાર ભારતીય સૈનિકોને નિશાન બનાવવા માંગતી હતી.

સૂત્રો દ્વારા મળેલી મહીત મુજબ જે ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ઘુસણખોરોને ન્ર્ઝ્ર પર દેખાતાની સાથે જ ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન અલ-બદ્રના આતંકવાદીઓ પણ શામેલ છે. આ ઘટના ૫ ફેબ્રુઆરી એટલે કે કાશ્મીર એકતા દિવસના દિવસે ઘટી હતી.