છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ તેમ છોટાઉદેપુર નગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં કોંગ્રેસના અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો ઊભા રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર પણ પૂર જોશમાં ચાલી રહ્યો છે.
કોંગ્રેસના છોટાઉદેપુર નગરપાલિકાના પ્રભારી ભીખાભાઈ રબારી અને કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા ની આગેવાનીમાં નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા પ્રચાર હાથ ધરાયો હતો. અને કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

