છોટાઉદેપુર નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ થયેલ મતદાનની આજે મતગણતરી થઈ હતી. જેમાં એક અદભુત જનતાનો ચુકાદો સામે આવ્યો હતો. એક વોટથી એક ઉમેદવાર વિજેતા થયા હતા. છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો બહાર આવતા વોર્ડ નંબર 5ના સામાન્ય બેઠકના વિજેતા ઉમેદવાર મુફીજ શેખની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે.
તેઓના હરીફ ઉમેદવાર જહીર મકરાણી થી એક મત વધુ મેળવી વિજેતા ઘોષિત થતાં તેઓના કાર્યકરો સમર્થકો મતદાતાઓમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો. મુફિજ શેખ દ્વારા સમાજવાદી પાર્ટી તરફથી વોર્ડ નંબર પાંચની સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી હતી. ભારે રસાકસી બાદ પરિણામમાં તેઓના હરીફ ઉમેદવાર ને તેઓએ એક વોટથી હરાવી અને સમગ્ર ચૂંટણી પરિણામમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામેલ છે.
મૂફીજ એહમદ શેખને કુલ મત 869 મળ્યા હતા. અને તેઓના હરીફ ઉમેદવાર મકરાણી જહિર અહેમદને 868 મત મળતા એક વોટથી અપક્ષ ઉમેદવાર જહીર અહેમદ મકરાણીનો પરાજય થયો હતો.
રિપોટર રેહાન પટેલ છોટાઉદેપુર

