કાઠી વિદ્યાર્થી ભવન એટલે કાઠી સમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સાધનાનુ ઉપાસના કેન્દ્ર
અન્ય જ્ઞાતિ સમાજની છાત્રાલય માટે પ્રેરણાદાયી કદમ
સા વરકુંડલામાં આવેલ શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં આગામી રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વર્તમાન સમયમાં ૫૦ વિદ્યાર્થી ભાઈઓ તેમજ ૧૨ વિદ્યાર્થીની બહેનો આ પરીક્ષાની અહીં આ કાઠી બોર્ડિંગ ખાતે તૈયારી કરી રહ્યા છે. સમાજના દાતાઓ તરફથી આ બોર્ડિંગમાં આ શિક્ષણ યજ્ઞમાં તમામ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ તેમજ રહેવા જમવાની તદ્દન ફ્રી સગવડતા આપવામાં આવે છે તેમજ તાજેતરમાં ૧૧ લાખના ખર્ચે લાઇબ્રેરી હોલ બનવા જઈ રહ્યો છે તેમના દાતાશ્રી નજુભાઈ બદરૂભાઈ વાળા હાલ વાપી મૂળ વતન ગઢીયાએ ૧૧ લાખનું અનુદાન આપેલ છે.

વાત કરીએ આ કાઠી બોર્ડિંગની તો સંવત ૧૯૯૪માં આ બોર્ડિંગનું નિર્માણ થયેલું
એ સમયે નાનબાઇ માં ગામ શેલણાવાળા ૩૦૦૦૦નું એ સમયમાં અનુદાન આપી આ બોર્ડિંગ બંધાવેલ હતી. આ બોર્ડિંગ જ્યારે ખુલ્લી મુકવામાં આવી જ્યારે આ બોર્ડિંગનું શુભ ઉદ્ઘાટન પ્રસંગમાં ભાવનગર દરબાર શ્રી કૃષ્ણકુમારસિંહજીના વરદહસ્તે શ્રી કાઠી વિદ્યાર્થી ભવનને ખુલ્લું મૂકવામાં આવેલ હતું.

વર્તમાન સમયમાં શ્રી કાઠી વિદ્યાર્થી ભવન સાવરકુંડલાના પ્રમુખશ્રી અશોકભાઈ વાળાની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ રીતે આ શિક્ષણ સંસ્થા ચાલી રહી છે. તેમજ શ્રી કાઠી વિદ્યાર્થી ભવન સાવરકુંડલાના વ્યવસ્થાપક તરીકે શ્રી પ્રવીણભાઈ કોટીલા હાલ સેવા બજાવી રહ્યા છે આમ કાઠી સમાજ માટે આ કાઠી બોર્ડિંગ ખરાં અર્થમાં સરસ્વતી સાધનાની ઉપાસના કેન્દ્ર તરીકે સમગ્ર સાવરકુંડલા પંથકમાં વખણાય રહી છે
બિપીન પાંધી સાવરકુંડલા

