આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ ” તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત પેન્ડીંગ મુદ્દામાલ વાહનો તથા અન્ય મુદ્દામાલ જે તે માલિકને પરત કરવા જરુરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોઇ જે સુચનાઓ અનુસંધાને જે.ડી.પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ તાબાના પોલીસ માણસોને અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપી સંખેડા પો.સ્ટે જમા મુદ્દામાલ માલીક નં(૧) જિતેન્દ્રભાઈ વિજયગિરી રહે. ૨૨ કામધેનુ સોસાયટી પીપોદરા લિંડીયા તા.માંગરોલ જી.સુરત નાઓને પોતાની હીરો સ્પ્લેન્ડર સ.મો.સા. જેના રજી.નં.GJ-19-AS-5891 કી.રૂ.૩૦,૦૦૦ તથા (૨) મનુભાઈ ગોરધનભાઈ કોળી રહે.D.52 ગીતા ટેનામેન્ટ વાઘોડીયા ડભોઈ રોડ વડોદરા નાઓને પોતાની હીરો સ્પ્લેન્ડર પ્રો.મો.સા. જેના રજી.નં.GJ-06-FE-4708 કી.રૂ.૩૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૬૦,૦૦૦/- નો મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત અપાવી “પોલીસ પ્રજાનો મિત્ર”સુત્રને સાર્થક કરતી સંખેડા પોલીસ.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

