Gujarat

અમદાવાદમાં દહેજ માટે સાસરિયાઓનો ત્રાસની ફરિયાદ નોંધાઈ

અમદાવાદ
અમદાવાદ શહેરમાં ૨૦૧૩માં સમાજના રીતરિવાજ પ્રમાણે પરીણિતાના લગ્ન થયાં હતાં. લગ્ન બાદ થોડા સમય સુધી તેને સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. સમય જતાં પરીણિતાએ દીકરીને જન્મ આપતાં સાસરિયાઓના વર્તનમાં બદલાવ આવ્યો હતો. પરીણિતાનો પતિ પોલીસ વિભાગમાં નોકરી કરતો હોવાથી તેઓ અમદાવાદમાં પોલીસ લાઈનમાં રહેતાં હતાં. સાસરિયાઓ જ્યારે પણ પોલીસ લાઈનમાં મળવા માટે આવતાં ત્યારે દીકરીને લઈને મહેણાંટોણાં મારતાં હતાં. તેઓ એવું કહેતાં હતાં કે તારી માએ જ છોકરા પેદા નથી કર્યાં તો તું ક્યાંથી કરવાની છું. આ બાબતની ફરિયાદ પરીણિતા તેના પતિને કરતી ત્યારે પતિ પરીણિતાને મારઝૂડ કરતો હતો. પરીણિતા પ્રસંગોપાત સાસરીમા જતી ત્યાં પણ સાસરિયાઓ તેને મહેણાંટોણાં મારતાં હતાં.જેથી દીકરીના ભવિષ્યનો વિચાર કરીને પરીણિતા મુંગા મોઢે બધું સહન કરતી હતી. પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તે પરીણિતાને ગંદી ગાળો બોલીને મારઝૂડ કરતો હતો. ઘણા સમયથી અમદાવાદમાં પરીણિતાના પિતાએ લીધેલો ફ્લેટ પતિના નામે કરવા દબાણ કરતાં હતાં. જાે આ ફ્લેટ દહેજ પેટે નહીં આપે તો દીકરો રાખશે નહીં તેવું ટોર્ચર કરતાં હતાં. તે ઉપરાંત માસી સાસુનો દીકરો પોલીસ લાઈનમાં આવીને પતિ સાથે પાર્ટી કરતો અને પરીણિતા સાથે શારીરિક છેડછાડ કરતો હતો. આ બાબતની જાણ પતિને કરતાં પતિ એવું કહેતો કે અહીં રહેવું હોય તો આ બધું સહન કરવું પડશે. નહીં તો તું તારા પીયરમાં જતી રહે. તારી મારે આમેય કોઈ જરૂર નથી. પતિએ પરીણિતાના પિતા પાસે ગાડી લેવા માટે માંગણી કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે તમારી દીકરીને આમેય કંઈ આપ્યું નથી તો ગાડી માટેનું ડાઉન પેમેન્ટ ભરી દો બાકીના હપ્તા હું ભરી દઈશ. ત્યારે પરીણિતાના પિતાએ પણ અઢી લાખ રૂપિયા આપ્યાં હતાં. ગાડી લીધા બાદ તે જુની થઈ જતાં પતિએ ફરીવાર સસરા પાસે પૈસા માંગ્યાં હતાં. પરીણિતાના પિતાએ લગ્ન વખતે ફર્નિચર, દાગીના, સરસામાન વગેરે આપ્યું હતું. તેમ છતાંય સાસરિયા તેમની પાસે વધુ પૈસાની માંગણી કરતાં હતાં. સાસરિયાઓના ત્રાસથી પરીણિતા તેના પિયરમા જતી રહી હતી. પરંતુ આજ સુધી તેને સાસરિયાઓ તેડવા આવ્યાં નથી. એક સમયે તેના પતિનો એક્સિડન્ટ થતાં તે હોસ્પિટલમાં ખબર પૂછવા માટે ગઈ ત્યારે સાસરિયાઓએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને કાઢી મુકી હતી. પરીણિતાએ સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.સમાજમાં દહેજનું દૂષણ હજી દૂર થયું નથી. આધુનિક સમયમાં સમાજ શિક્ષિત બન્યો છે પણ દૂષણો દૂર કરી શક્યો નથી. અમદાવાદમાં પરીણિતા પાસે દહેજની માંગણી કરીને સાસરિયાઓએ મહેણાંટોણા મારવાનું શરૂ કર્યું હતું. પરીણિતાએ લગ્નના થોડા સમય બાદ દીકરીને જન્મ આપતાં સાસુ સહિતના સાસરિયાઓ એવું કહેતા કે તારી માએ છોકરા પેદા નથી કર્યાં તો તું ક્યાંથી કરીશ. સાસરિયાઓએ પરીણિતાને દહેજમાં ફ્લેટ લાવવા કહ્યું હતું અને જાે નહીં આપે તો પતિ તેને નહીં રાખે એવી ધમકીઓ પણ આપી હતી. આથી કંટાળેલી પરીણિતાએ પોલીસ ફરિયાદ કરી હતી.

Dowry-demand-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *