જિલ્લા પંચાયત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ હતી
જિલ્લા પંચાયત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી.
જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન થતા ક્રિકેટ રસિકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી હતી.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ ખુટાલીયા આર્ચરી ગ્રાઉન્ડ ખાતે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 17 – 2 – 2025 થી 23 – 2 – 2025 સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત વિભાગ,ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલી વિભાગ, આદિજાતિ વિભાગ અને છોટાઉદેપુર નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. અને અંતે ફાઇનલ મેચ રમાઈ હતી.

ફાઇનલ મેચ છોટાઉદેપુર જિલ્લા પંચાયત વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે રમાય હતી. જેમાં ભારે રસાકસી બાદ જિલ્લા પંચાયત વિભાગની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી. વિજેતા ટીમને છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

રનર્સઅપ પોલીસ વિભાગની ટીમને પણ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે જિલ્લા પંચાયત વિભાગના ખેલાડી મોહીન ખાનને ટ્રોફી એનાયત કરાઈ હતી,બેસ્ટ બેસ્ટમેન તરીકે ફોરેસ્ટ વિભાગના પૂરવ આહીરને ટ્રોફી એનાયત કરાઈ હતી, બેસ્ટ ફિલ્ડર તરીકે જિલ્લા પંચાયત વિભાગના ખેલાડી ધીરજભાઈ ચૌધરીને ટ્રોફી એનાયત કરાઈ હતી, મેન ઓફ ધ સીરીઝ પોલીસ વિભાગના ખેલાડી અજય આહીરને ટ્રોફી અનાયત કરાઈ હતી, મેન ઓફ ધ ફાઈનલમાં જિલ્લા પંચાયત વિભાગના ખેલાડી અંકિત રાઠોડને ટ્રોફી એનાયત કરાઈ હતી, ફેર ટ્રોફીમાં છોટાઉદેપુર સબજેલના અધિકારી ડી.કે.પરમારને ટ્રોફી એનાયત કરાઈ હતી,

આયોજકમાં અનિલભાઈ રબારી, મહેશભાઈ કીકાણી, અવિનાશભાઈ રાઠવા અને બસીરભાઈ ચિંતામણને ટ્રોફી એનાયત કરાઈ હતી, અને બેસ્ટ કોમેન્ટેટર તરીકે ઈરફાનભાઇ સાબુને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ફાઇનલ મેચમાં જિલ્લા વિકાસ અધિકારીની સાથે વહીવટી પાંખ ક્રિકેટ ટુર્નામેન્ટના નોડલ અધિકારી કુણાલ પટેલ, બી.એચ.પંચાલ, અશ્વિનકુમાર જાદવ, એસપી ગૌરવ અગ્રવાલ, છોટાઉદેપુર સબજેલના અધિકારી ડી.કે.પરમાર, પી.આઈ અરુણ પરમાર, મહેશ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા સુંદર અને ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થતાં ક્રિકેટ રસિકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી હતી*
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

