Gujarat

રાજકોટ મોબાઈલ ચોરીના બે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ મોબાઈલ ચોરીના બે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૨૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે તા.૨૧/૨/૨૦૨૫ ના રોજ બે મોબાઈલ ચોરી થયેલ હોવાની ફરીયાદી રૂબરૂ પોલીસ સ્ટેશન આવી જાણ કરતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે BNS ACT કલમ-૩૦૩(૨) મુજબના બે મોબાઈલ ચોરીના ગુન્હા દાખલ કરવામા આવેલ હોય, ગુન્હાને ડીટેકટ કરી આરોપીને પકડી લેવા P.I આર.જી.બારોટ નાઓની સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના કે.એમ.વડનગરા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્રારા મોબાઈલ ચોરી કરનાર ઇસમને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આઘારે આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કલ્પેશભાઈ બોરીચા તથા સાગરભાઈ માવદીયા નાઓની સંયુકત હકીકત આધારે હોસ્પીટલ ચોક ફ્લાય અવોરબ્રીજ પાસે શૌચાલયની સામેથી રોડ પરથી એક ઇસમને ટેકનીકલ માધ્યમથી બે મોબાઈલ સાથે પકડી પાસે રહેલ રીયલમી કંપનીના બે મોબાઈલ ફોન બાબતે આઘાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા આ ઉપરોક્ત મોબાઈલ પોતે ૪ દિવસ પહેલા સર્વેશવર ચોક ડી-૯ સ્પાની બહાર ટેબલ ઉપરથી ચોરી કરી હોવાની કબુલાત આપતા બન્ને મોબાઈલોની કિ.રૂ.૪૨,૬૦૦ ગણી કબ્જે કરી ઇસમ વિરૂધ્ધમા ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે. તેજશકુમાર અમીતકુમાર પટેલ ઉ.૪૪ રહે.ન્યુ સાગર સોસાયટી શેરીનં-૧ કોઠારીયા રોડ રાજકોટ. એ.ડીવીઝન પો.સ્ટે. BNS ACT સને-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250226-WA0134.jpg