સાવરકુંડલા શહેરમાં આવેલ પૂ. ધનાબાપુના આશ્રમમાં અમાવસ્યાના દિવસે પ. પૂ. ધનાબાપુના સ્મૃતિ ચિહ્નો જેવા કે પ.પૂ. બાપુનો પોષાક, ચિપિયો, લાકડી, માળા, રુમાલ, બંડી, કમંડળ, બરણી, ઘડિયાળ, કિટલી, વગરે ચીજવસ્તુઓની ગાદી મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભાવભક્તિ અને શ્રધ્ધા પૂર્ણ વાતાવરણમાં સેવક ગણ દ્વારા ઉજવવામાં આવેલ. આ મહોત્સવ દરમિયાન આનંદ ઉલ્લાસ સાથે ભાવ ગીતો સાથે રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ પ. ધનાબાપુના સેવકગણના રાધે કૃષ્ણ ગોપી મહિલા મંડળની બહેનોએ સમગ્ર પથને ફૂલોથી શણગારેલા.. આ સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન થયેલ. સુંદર વસ્ત્રો પરિધાન કરીને પૂ. ધનાબાપુના સ્મૃતિ ચિહ્નોને ખૂબ ભાવ અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં ગુરુ ગાદી સુધી શોભાયાત્રા સ્વરૂપે નીકળીને પ્રતિષ્ઠા કરી હતી.



ધનાબાપુના સંદેશ ભજન અને ભોજનને ચરિતાર્થ કરતાં પૂ. ધનાબાપુના આ સ્મૃતિ ચિહ્નો પણ સેવક સમુદાયને તેના સેવા સંદેશ ને સદાય યાદ અપનાવતા રહેશે. સંત શ્રી પ. પૂ. ધનાબાપુના આશ્રમમાં આ પ્રસંગે સમગ્ર વાતાવરણ હર્ષોલ્લાસ સાથે ભજન સત્સંગ અને સ્મરણ સાથે ગુંજી ઉઠયું હતું. આ પ્રસંગે આ આશ્રમના મહંત રામજીબાપુએ સૌને આદર સત્કાર સાથે આવકારી પ્રસાદી વિતરણ કરેલ. સમગ્ર કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે રાધા કૃષ્ણ ગોપી મંડળની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે સૌએ સાથે મળીને આ પર્વની ઉજવણી કરી હતી
બિપીન પાંધી સાવરકુંડલા