સાવરકુંડલામાં સૂફી સંત દાદાબાપુ કાદરીના આશીર્વાદ દુઆથી અને અહમદ મુનીરબાપુની મહેનતથી રમઝાનનો અહેતરામ કરાશે કુંડલા ની દરેક મસ્જિદોમાં ટરાવીહ તથા ઇફતારી યોજાશે સૂફી સંત દાદાબાપુના મિશન મુજબ ગરીબોનું યતીમોનું ખાસ ધ્યાન રખાશે
સાવરકુંડલા સહિત સમગ્ર વિશ્વમાં આજે મુસ્લિમ સમાજ માટે અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતો રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે. મુસ્લિમ બિરાદરો માટે રમઝાન માત્ર ઉપવાસનો મહિનો નથી, પણ આ એક આધ્યાત્મિક યાત્રા છે, જેમાં ખૂદા પ્રત્યેની ભક્તિ, દયાળુતા અને સ્વાનિષ્ઠાનું મૂલ્ય ઉંચું રાખવામાં આવે છે. ગઈ કાલે બીજનો ચાંદ દેખાતા આજથી રમઝાનની શુભ શરૂઆત થઇ છે

સમગ્ર મુસ્લિમ સમાજ માટે રમઝાનનો પ્રારંભ ચાંદ જોવા પર નિર્ભર હોય છે. ગઇકાલે બીજનો ચાંદ દેખાતા આજથી રમઝાન મહિનાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આજથી સમગ્ર મુસ્લિમ સમાજ રોજા (ઉપવાસ) રાખવાનું શરૂ કરશે, જે સુર્યોદયથી સુર્યાસ્ત સુધી ચાલશે.રમઝાન મહિના દરમિયાન દરરોજ વહેલી સવારથી મુસ્લિમ સમાજ સેહરી (સવારનું ભોજન) ગ્રહણ કરે છે અને પછી આખો દિવસ ભોજન અને પાણી વગર રહે છે. સાંજ પડ્યા બાદ મગરિબની નમાઝ પછી ઈફ્તાર સાથે ઉપવાસ ખોલવામાં આવે રમઝાન મહિનાનું ધાર્મિક મહત્વ જોઈ એ તો મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મહિના દરમ્યાન જ પવિત્ર કુરાનનું અવતર થયું હતું. આ સમય દરમિયાન મુસ્લિમ લોકો વધુમાં વધુ ઈબાદત કરે છે, કુદરત પ્રત્યેની કૃતજ્ઞતા દર્શાવે છે અને ગરીબોને દાન-ખેરાત (ઝકાત) પણ કરે છે.

રમઝાન દરમિયાન પાંચ વખતની નમાઝ ઉપરાંત વિશેષ તરાવીહ નમાઝ પણ અદા કરવામાં આવે છે. આ નમાઝ દરમિયાન ઈમામશ્રી દ્વારા કુરાન શરીફની તિલાવત કરવામાં આવે છે
રમઝાન માત્ર શારીરિક ઉપવાસ નથી, પરંતુ તે આત્માની શુદ્ધિ માટેનો એક મહત્વપૂર્ણ ઉપક્રમ છે. ઉપવાસ દ્વારા ધૈર્ય, સંયમ અને ઈમાનમાં વૃદ્ધિ થાય છે. તે ખૂદા પ્રત્યેની ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. રમઝાન આ માસ દરમ્યાન ખોટું બોલવું, ગુસ્સો કરવો, અન્યાય કરવો કે દુશ્મનાવટ રાખવી એ પાપ માનવા માનવામાં આવે છે. સાંપ્રદાયિક એકતા અને પરસ્પર પ્રેમનું પ્રતિક છે રમઝાન માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહીં, પણ સમગ્ર માનવજાત માટે પરોપકાર અને પરસ્પર પ્રેમનો સંદેશ આપે છે. આ દરમિયાન વિવિધ સમાજના લોકો પણ મુસ્લિમ મિત્રો સાથે ઈફ્તાર કરતા જોવા મળે છે. આ સંસ્કૃતિ ભાઈચારા અને એકતા તરફ ઈશારો કરે મુસ્લિમ સમાજ આ પવિત્ર રમઝાન મહિનામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે આગળ આવે છે.
ઝકાત અને ફિતરા દ્વારા ગરીબોને આર્થિક સહાયતા કરવામાં આવે છે ખાસ કરી સાવરકુંડલામાં સૂફી સંત દાદાબાપુ કાદરીના આશીર્વાદ દુઆઓથી રમઝાનનો પૂર્ણ રીતે અહેતરામ થતો પરંતુ હાલ દાદાબાપુની ગેરહાજરીમાં તેમના દીકરા મુનીરબાપુ પણ દાદાબાપુના નકશે કદમ પર ચાલી સમગ્ર સૌરાષ્ટ્રમાં રમઝાનનો અહેતરામ કરાવી રહ્યા છે મુનીરબાપુ કાદરી અને તેમના ચાહવવાવાળા લોકો દ્વારા સાવરકુંડલાની દરેક મસ્જિદો માં તરાહબીની નમાજ સહીત સાંજે ઈફ્તારી યોજવામાં આવે છે અને મુસ્લિમ બિરાદરોને ઇસ્લામી જ્ઞાન આપી માનવતા ભાઈચારાનો સંદેશ આપવામાં આવે છે સાથે સાથે જામા મસ્જિદના પેશ ઇમામ હાફિસ સાદિક સાહેબ દ્વારા રમઝાનનો અહેતરામ કરી દિન દુખીયાઓની સેવા કરવા અને રમઝાનનો અહેતરામ કરવા પણ લોકોને સંદેશ પાઠવવામાં આવ્યો છે.એમ દિલીપ જીરૂકા એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા