Gujarat

કલસ્ટર રિસોર્સ સેન્ટર કીમ દ્વારા પ્રેરણા પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ

વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ અને અન્ય વિભાગ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી સર્વાંગી વિકાસ કરવા માટે ઘણી બધી સ્પર્ધાઓ અને બાહ્ય  પરીક્ષાઓનું આયોજન થતું હોય છે. આ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં બાળકો અને શિક્ષકો પણ ઉત્સાહભેર ભાગ લેતાં હોય છે.
જે અંતર્ગત ઓલપાડ તાલુકાનાં કીમ કલસ્ટરનાં બાળકો અને શિક્ષકોએ વર્ષ દરમિયાન થતી સ્પર્ધાઓમાં ભાગ લઈ કલસ્ટરથી લઈ જિલ્લા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. બાળકો અને શિક્ષકોએ મેળવેલ સિદ્ધિઓને બિરદાવવા તથા આવનાર વર્ષમાં બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવાં હેતુ સાથે કલસ્ટર રિસોર્સ સેન્ટર, કીમ દ્વારા “પ્રેરણા પ્રોત્સાહન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કીમ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયા હતાં. સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલે કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો. સદર કાર્યક્રમમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કેન્દ્રનાં સેવાભાવી મેનેજીંગ ટ્રસ્ટી નાગરભાઈ લાડે કીમ કેન્દ્રની તમામ શાળાઓને નોટબુક ઉપરાંત કીમ પ્રાથમિક શાળાનાં ધોરણ થી 5 નાં તમામ બાળકોને યુનિફોર્મ વિતરણ કર્યા હતાં.
 
આ પ્રસંગે સમાજનાં જરૂરિયાતમંદોને પરિસ્થિતિ પ્રમાણે મદદરૂપ થનાર ડૉ.અજયભાઈ ઉપાધ્યાય, કીમ કલસ્ટરનાં ભૂતપૂર્વ સી.આર.સી. કો-ઓર્ડિનેટર આકાશ પટેલ, કીમ કલસ્ટર અને આજુબાજુની શાળાનાં મુખ્યશિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમનાં હસ્તે 102 જેટલાં બાળકો તથા શિક્ષકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા કીમ પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કીમ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા આરતી દવે અને વિદ્યાર્થિની માહેનૂર મન્સુરી દ્વારા કરવામાં આવ્યુ હતું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.