શ્ રી નૂતન કેળવણી સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં આજરોજ તા.૪-૩- ૨૦૨૫ ના રોજ એન.એસ.એસ અંતર્ગત વન-ડે કેમ્પનું આયોજન થયું જેમાં એન.એસ.એસ ની શિબિરાર્થી બહેનોમાં સ્વચ્છતા,સેવા અને સ્વયં શિસ્ત જેવા ગુણો વિકસિત થાય તેવા હેતુસર સરકારશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એન.એસ.એસ યુનિટ ચલાવાઇ રહ્યાં છે



જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કોલેજના ક્લાસરૂમ,પ્રાર્થના હોલ,લાઇબ્રેરી ઓફિસો,તથા કોલેજનું કમ્પાઉન્ડ સ્વચ્છ કરી પ્લાસ્ટિક મુક્ત કર્યા, આ કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય ડી.એલ. ચાવડા સાહેબનું માર્ગદર્શન અને કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોનો ખુબજ સહકાર મળ્યો જેથી ઉત્સાહભેર આ કાર્યક્રમ સફળ બન્યો હતો.કાર્યક્રમ પૂર્ણ થયે સ્વાદિષ્ટ ભોજન પણ સૌએ સાથે લીધેલ હતું.
બિપીન પાંધી સાવરકુંડલા