અમરેલી જિલ્લાની નામાંકિત સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સેવાકીય કર્યો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ષ અધ્યયન કેન્દ્ર ખાતે રહેતા અનાથ બાળકો તથા મૂકબધિર શાળા અમરેલી ખાતે રહેતા બાળકો તથા બાળાઓ તથા સારહી તપોવન આશ્રમ ખાતે રહેતા તપસ્વી વડીલોને ધાર્મિક કેટરર્સ ના માલિક તથા લાયન મેમ્બર કનુભાઈ દેશાઈ ના સહયોગ થી મિસ્ટ ભોજન જમાડવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમોમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વિજય વસાણી, સેક્રેટરી સંજય ભેસાણીયા, ટ્રેજરર હિતેશ બાબરિયા, રાકેશ નાકરાણી, અરૂણ ડેર, ધર્મેશ વિસવળિયા તથા ધાર્મિક કેટરર્સ ના માલિક તથા લાયન મેમ્બર કનુભાઈ દેશાઈ, સાવન ટિંબડિયા(ભાણો) સહિત સંસ્થાના સભ્યોનો સહકાર મળ્યો હતો.
લા. વિજય વિ. વસાણી પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ.