માંગરોળમા ભાજપ એ ચુંટણી બાદ બીએસપી સાથે ગઢબંધન કરી સુધરાઈ ની સત્તા મેળવી કેસરીયો લહેરાવ્યો
માંગરોળ પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણીમાં ભાજપે બીએસપી સાથે ગઠબંધન કરી પાલિકાની ચુંટણીમાં સત્તા મેળવવામા સફળતા મળી છે, પાલીકા પ્રમુખ તરીકે પ્રથમ વાર સદસ્ય તરીકે ચુંટાયેલ ભાજપના મહીલા ઉમેદવાર કીષ્નાબેન થાપણીયાને 4 બસપાના અને 15 ભાજપ એમ 19 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના પ્રમુખ પદના મહીલા ઉમેદવાર ને 1 આપ અને 14 કોંગ્રેસ ના મલી કુલ પંદર મત મળ્યા હતા , કોંગ્રેસ ના એક સભ્ય ફાતિમાબેન સાટી ગેરહાજર રહ્યા હતા જ્યારે અપક્ષ સદસ્ય ઈરફાન કરુડ મતદાનથી અલિપ્ત ન્યુટ્રલ રહ્યા હતા
ઉપ પ્રમુખ ની ચુંટણી માં બસપાના સૈયદ અબ્દુલ્લા મીયા ને 4 બસપા અને 15 ભાજપ એમ 19 મત મળતાં વિજય જાહેર થયેલ હતા જ્યારે કોંગ્રેસ તરફથી આપના મહીલા સભ્ય અલ કમર શેખે ઉપ પ્રમુખ માટે ઉમેદવારી નોધાવી હતી જેને એક આપ અને 14 કોંગ્રેસ ના મત મેળવ્યા હતા, આમ માંગરોળ પાલિકામાં ફરી બસપા સાથે ગઠબંધન કરી સત્તા મેળવવામા ભાજપ સફળ રહી હતી ભાજપ ના પ્રમુખ જાહેર થતા નવ નિયુક્ત પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા તેમજ સૈયદ અબ્દુલા મીયા નુ માંગરોળ ઘારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભાજપ રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી તેમજ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા સહિત ભાજપ આગેવાનો કાર્યકરોએ તેમજ નવા નિયુક્ત નગરસેવકોએ નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ નુ ફુલહાર થી સન્માન કરવામા આવેલ હતુ તેમજ તેમનુ શહેરમા વિજય સરઘસ નીકળ્યુ હતુ,,,
વિનુભાઈ મેસવાણીયા માંગરોળ