અનુપમ મિશન મોગરી જિ. આણંદ અને અનુપમ ફ્યુઅલ્સ પ્રા. લિ. હૈદરાબાદના સંયુક્ત સહયોગ સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ
છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ અનુપમ મિશન મોગરી જિ. આણંદ અને અનુપમ ફ્યુઅલ્સ પ્રા. લિ. હૈદરાબાદના સંયુક્ત સહયોગથી છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકાની નિયમિત તપાસ અને સારવાર માટે આવતી અતિજોખમી સગર્ભા બહેનોને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રીશન (પોષણ યુક્ત) કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. છોટાઉદેપુર તાલુકા માં કુલ – ૧૯૦અને પાવીજેતપુર – ૧૬૬ એમ કુલ – ૨૫૬ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા ૪૨ કી.ગ્રા. કરતા ઓછુ વજન ધરાવતી અતિજોખમી સગર્ભા બહેનોની ઓળખ કરવામાં આવી હતી. તેમજ સગર્ભાવસ્થા દરમ્યાન આ સગર્ભા માતાઓને પોષણ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ મહિલાઓને સગર્ભાવસ્થા દરમ્યાન, પ્રસુતી સમયે, બાળકનાં જન્મ સમય પછી આરોગ્યલક્ષી શું કાળજી રાખવી એ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા વિસ્ત્રુત જાણકારી આપવામાં આવી હતી. તેમજ નમોશ્રી, અતિ જોખમી સગર્ભા માતા, જે.એસ.વાય. યોજનાં, સંસ્થાકિય સુવાવળ, સંપૂર્ણ રસીકરણ, કાંગારુ કેર, ફક્ત છ માસ સુધી બાળકને સ્તનપાન કરાવવુ, બે બાળક વચ્ચેનુ અતંર રાખવા વિશે માહિતી આપવામાં આવી હતી.

આ તબ્બકે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મનહર રાઠવા દ્વારા અનુપમ મિશનથી આવેલા પૂ. સાધુ સતીશદાસજી, પૂ. સાધુ મણીદાસજી, ડૉ. વનરાજસિંહ, રહિત ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર