ભારતના અર્થતંત્રના પાયામાં કૃષિ રહેલી છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ મહત્વની ભૂમિકા ભજવે છે.કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ધરતીપુત્રોને આર્થિક અને સાધન સહાય આપવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સહાયના ખેડૂત લાભાર્થીઓ વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે.

છોટાઉદેપુર,પાવીજેતપુર,બોડે લી અને સંખેડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોની જિલ્લા કલકેટર ગાર્ગી જૈને મુલાકાત લીધી હતી.પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત દરમિયાન કલેકટરએ પ્રાકૃતિક ખેતીમાં ઘનજીવામૃત, જીવામૃત બનાવવાની પદ્ધતિ તેના ઉપયોગ,ડિઝીટલક્રોપ સર્વે,મોડેલ ફાર્મ, સ્વરોજગાર નર્સરી,પાકમાં જંતુનાશક દવા, ઉત્પાદનનું માર્કેટ,ખેડૂતોની આવક વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી.

આ ઉપરાંત તેઓએ ગુજકો માસોલ ડેપો પર ઓનલાઇન ખાતર વિતરણ, નેનો યુરિયા અને જંતુનાશક દવાઓ પર ખેડૂતોને મળતી સબસીડીની જાણકારી મેળવી હતી.ખેતીકામમાં વપરાતા સાધનો વિશે જાણકારી મેળવી હતી.પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સંખેડા પશુપાલની મુલાકાત લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર