ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વિધવા સહાય કેટલા લાભર્થીઓને કેટલી મળી અંગે પ્રશ્નો કરવામાં આવે છે. જોકે વિધવા સહાય માટે મોબાઈલ એપ,ઓનલાઇન સુવિધાને અભાવે વિધવા મહિલાઓને મુશ્કેલી પડે છે તો એપ સેવા શરૂ કરવાની પણ લોકોમાં માંગ છે.
ડીજીટલ ગુજરાત ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે વિધવા સહાય માટે આજે પણ વિધવા મહિલાઓને મામલતદાર કચેરીએ ડોક્યુમેન્ટ સાથે જવું પડે છે.
ગ્રામ પંચાયતમા આવકનો દાખલો, વિધવા પ્રમાણ પત્ર મળે છે પરંતુ ત્યાર બાદ ડોક્યુમેન્ટ સાથે મામલતદાર કચેરીએ જવું પડે છે , ગ્રામીણ બેંક કે કો ઓપરેટિવ બેંક માં પીએમ કિસાન સહાય જમા આવે છે પણ વિધવા સહાય માટે સરકારી બેંકોમાં ખાતું ઓપન કરવા આગ્રહ કરાય છે.
ડોક્યુમેન્ટ સાથે ફોર્મ મામલતદાર કચેરીએ સબમિટ કર્યા બાદ ઓનલાઇન સ્ટેટ્સ જોવાની કોઈજ સુવિધા ન હોવાથી વિધવા મહિલાઓએ મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે છે. કારણોસર સહાય નો હપ્તો બંધ થઈ જાય તે અંગે કોઈ મેસેજ મળતો નથી.આથી મહિનાઓ બાદ હપ્તો નહી આવતા કચેરીના ધક્કા ખાવા પડે છે.
જો વિધવા મહિલાઓ માટે પીએમ કિસાન,પાસપોર્ટ ,રેશનકાર્ડ, માટે એપ અથવા ઓનલાઇન સુવિધા શરૂ કરાય તો સરળતાથી અરજી નું અને માસિક સહાય નું સ્ટેટ્સ જાણી શકાય.કારણોસર સહાય બંધ થાય તો એપ માંથી સ્ટેટ્સ જાણી શકાય વિધવા મહિલાઓને મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા ન પડે. વિધાનસભામાં પ્રશ્નના ઉત્તર મુજબ અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં 30 હજાર અરજી મંજુર થયેલ છે.
6 માર્ચે ગુજરાત વિધાનસભામાં અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગે પુછાયેલ સવાલના જવાબમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના 15 તાલુકાઓમાં છેલ્લા બે વર્ષમાં 31009 અરજીઓ મળેલ, 30657 મંજુર કરી 26,25,75000 હજાર સહાય ચૂકવાઈ હોવાનું જાણવા મળ્યું. ગ્રામ્યમાં સૌથી વધુ દસક્રોઈ માંથી 1900 અરજીઓ મળેલ છે.

