Gujarat

39% જેન્ડર બજેટ સાથે ગુજરાત પ્રથમ, 11000 કરોડની 135 યોજના-જાહેરાતોમાં 100% ખર્ચ માત્ર મહિલા માટે

હાલમાં કેન્દ્ર સરકાર સાથે અનેક રાજ્યનો બજેટ આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26ના 3.70 લાખ કરોડના બજેટમાંથી 38.93% એટલે કે 1.44 લાખ કરોડ જેન્ડર બજેટ માટે ફાળવાયા છે. આ મામલે ગુજરાતમાં દેશમાં પ્રથમ ક્રમે છે. મધ્ય પ્રદેશ 33% સાથે બીજું છે. જેન્ડર બજેટમાં બે પ્રકારની યોજનાઓ સામેલ હોય છે.

કેટેગરી-Aમાં 100% ફંડ મહિલા સંબંધિત યોજના માટે ખર્ચ થાય છે. કેટેગરી-Bમાં એવી યોજનાઓ હોય છે જેમાં 30%થી 99% સુધી ખર્ચ મહિલાઓ માટે છે. રાજ્યના 2025-26ના બજેટમાં 10958 કરોડની 135 જેટલી યોજના-જાહેરાતોમાં 100% ખર્ચ મહિલાઓ માટે થશે.

રાજ્યનું જેન્ડર બજેટ 2021-22માં 77 હજાર કરોડ હતું, તે 5 વર્ષમાં 87% વધીને 1.44 લાખ કરોડ રૂપિયા થયું છે. વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારનું બજેટ 50.65 લાખ કરોડનું છે. તેમાં 8.86% એટલે કે 4.49 લાખ કરોડ જેન્ડર બજેટ માટે ફાવવાયા છે.

મહિલા બજેટમાં ટોપ-5 રાજ્ય ગુજરાત 1.44 લાખ કરોડ રૂપિયા

મધ્યપ્રદેશ 1.22 લાખ કરોડ રૂપિયા

ઓડિશા 0.99 લાખ કરોડ રૂપિયા

પ.બંગાળ 1.18 લાખ કરોડ રૂપિયા

તમિલનાડુ 1.22 લાખ કરોડ રૂપિયા