Gujarat

દરેડ GIDCમાં મોટી બહેને મોબાઈલ ન આપતા સાડી વડે ગળેફાંસો ખાધો, પોલીસે તપાસ હાથ ધરી

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષની બાળકીએ મોબાઈલ ન મળતા આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક બાળકીની મૂળ મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ગુમાનપુરાની રહેવાસી હતી. તે દરેડ GIDCમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા મધુવન મેટલ કારખાનામાં પરિવાર સાથે રહેતી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બાળકીએ તેની મોટી બહેન પાસે મોબાઈલ માંગ્યો હતો. જોકે, બહેને મોબાઈલ આપવાની ના પાડી અને પછીથી આપવાનું કહ્યું હતું. આ વાતથી બાળકીને લાગી આવતા તેણે પોતાના રહેણાંક સ્થળે સાડી વડે લોખંડની આડીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરજ પરના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ મામલે મૃતકની 21 વર્ષીય બહેને પોલીસને નિવેદન આપ્યું છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.