Gujarat

ટાઉનહોલ સર્કલમાં જર્જરિત ઇમારતમાંથી પોપડા પડ્યા

જામનગરમાં ટાઉનહોલ સર્કલમાં આવેલી જર્જરિત ઇમારતની છત અને રવેશના પોપડા પડ્યા હતાં. નીચે આવેલી દુકાનો બંધ હોવાથી જાનહાની ટળી હતી. જામનગરમાં ટાઉનહોલની ગોલાઇમાં વિભાજી સ્કૂલ જતા માર્ગે જુની ઇમારતની છત અને રવેશ જર્જરિત થયા છે.

આ છત અને રવેશમાંથી પોપડા પડ્યા હતાં. જો કે, આ દરમ્યાન ઇમારતના નીચેના ભાગે આવેલી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી.