Gujarat

વડોદરામાં ઓમિક્રોનને પહોંચી વળવા ઓમિક્રોન વોર્ડને સજ્જ કરાયા

વડોદરા
વડોદરામાં યુકેથી આવેલા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે લેબોરેટરી માટે મોકલાયા છે અને બંનેને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારે ઓમિક્રોનની દહેશતના પગલે વડોદરામાં આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વડોદરામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી છે અને વધુ ૧૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આમ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૭૧,૬૯૩ ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૪ દિવસમાં ૨૦૦ પ્રવાસી હાઇરિસ્ક દેશમાંથી વડોદરા આવ્યા છે. તમામને સાત દિવસ ક્વોરન્ટીન કરાયા છેવડોદરામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૭ કેસ શહેરના છે જ્યારે એક કેસ ગામડાનો છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨૩૭૩ પર પહોંચી છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે, ત્યારે વડોદરામાં ઓમિક્રોનને પહોંચી વળવા સયાજી હોસ્પિટલમાં ૫૦ બેડ અને ગોત્રી હોસ્પિટલમાં ૨૦ બેડની માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે એમ.એસ.યુનિ.ની સમરસ હોસ્ટેલને સ્ટેન્ડ બાય રખાઇ છે. ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તકે રાજ્ય સરકારની ચિંતા વધારી છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેમ છતાં બજારોમાં લોકો માસ્ક વિના બિન્દાસ્ત જાેવા મળી રહ્યા છે. બુધવારે પાલિકાએ શહેરમાં ૬,૫૬૫ જેટલા શંકાસ્પદ કોરોનાના નમૂના લીધા હતા. જે પૈકી ૮ લોકોને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭૨,૩૭૩ પર પહોંચ્યો છે. જ્યારે બુધવારે સારવાર લઈ રહેલા વધુ ૨ દર્દીઓના અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાના ૫૫ દર્દીઓ એક્ટિવ છે. જેમાંથી ૩ દર્દી ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. શહેરના નવાપુરા, પાણીગેટ, મકરપુરા, ગોત્રી અને દંતેશ્વરમાં ૭ કેસ નોંધાયા છે. જ્યારે ખટંબામાં એક કેસ પોઝિટિવ આવ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં કોરોના સમયે બનાવાયેલા ડોમમાં ૨૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાદા બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન માટેની વ્યવસ્થા છે. જરૂર પડ્યે ડોમમાં બીજા બેડ તાત્કાલિક ધોરણે ઉભા કરવામાં આવશે. જ્યારે સયાજી હોસ્પિટલમાં મેડિકલ નર્સિંગ હોમ અને ઇમરજન્સી બિલ્ડીંગમાં પહેલા માળે ૫૦ બેડ તૈયાર છે. જ્યારે ૫૦ વેન્ટિલેટર, ૫૦ કોન્સન્ટ્રેટર, ૧ ઓક્સિજન ટેન્ક તેમજ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તૈયાર રાખવામાં આવ્યો હોવાની માહિતી ડો. ઓ.બી બેલીમે આપી હતી. આ અંગે એસએસજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐયરે જણાવ્યું હતું કે, એસ.એસ.જી હોસ્પિટલમાં બધી જ વ્યવસ્થા પર્યાપ્ત માત્રામાં છે. પૂરતા બેડ છે, ઓક્સિજન પ્લાન્ટ તૈયાર છે તેમજ રેમડેસિવિરનો પણ સારો એવો જથ્થો સ્ટોકમાં છે. જરૂર પડશે તો સમરસ હોસ્ટેલ પણ સ્ટેન્ડબાય છે. ઓમિક્રોન માટે ત્યાં અલગ-અલગ બોર્ડ બનાવી ત્યાં દર્દીઓને રાખવામાં આવશે. હાલમાં મેડિસિન વિભાગને ત્યાંથી હટાવવાની કોઈ તૈયારી નથી. વડોદરામાં યુકેથી પરત આવેલા વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તેઓના જીનોમ સિક્વન્સને પૂણેની વાઇરોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આજે આવવાની શક્યતા સેવાઇ આવી રહી છે.

Omicron-Virus-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *