શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી . ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ટી.વાય. બી . એ.ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં જાનવી નિમાવત અને સાનિયા જાદવે વિદાયગીત રજૂ કર્યાં હતા. કોલેજની વિદ્યાર્થીનીઓમાં ગોત ખુશી, હર્ષિતા પટગીર, ખુશ્બૂ દેવમુરારી, ચુડાસમા આરતી, આસિયા ચૌહાણ, રાજેશ્રી બોરિચા, અસ્મિતા મહેતા, નંદિની માલાણી, રેણુકા પાયલ, કવા કિંજલ તેમજ હેતલ વાઘેલાએ પોતાના પ્રતિભાવો આપતા કોલેજના સંસ્મરણોને વાગોળ્યા હતા.
પ્રો. છાયાબેન શાહે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. નાતંદૂરસ્તીને કારણે કાર્યક્રમમાં અનુપસ્થિત રહેલા પ્રિન્સિપાલ ચાવડા સાહેબે વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં ઉદઘોષકની ભૂમિકા તેજલ બારૈયા અને અસ્મિતા મહેતાએ નિભાવી હતી. કાર્યક્રમનું સંચાલન
પ્રો . ડો.કે.પી .વાળા અને પ્રો. કે. બી. પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

