સાવરકુંડલા તાલુકાના નાનીવડાળ પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે ૨૧ માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. અત્યારના આ આધુનિક યુગમાં જંગલો નો વિનાશ થઈ રહ્યો છે માટે દેશ ના એક જાગૃત નાગરિક તરીકે જંગલોનું સંરક્ષણ કરવું આપણા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વ ની ઇકોસિસ્ટમનું રક્ષણ અને પુનઃ સ્થાપન કરવાની છે.

આ પ્રસંગે આરએફઓ ચાંદુ સાહેબ અને તેઓની ટીમ દ્વારા શાળાના બાળકોને વિશ્વ વન દિવસ નિમિતે જંગલના રક્ષણ, અને વન્ય જીવો વિશે વિસ્તૃત રીતે માહિતગાર કરવામાં આવ્યા અને આ ઉપરાંત સાવરકુંડલા નોર્મલ વન રેન્જ દ્વારા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી તેમાં વન્ય પ્રકૃતિના ઉત્તમ ચિત્રો દોરનારાને ૧ થી ૩ નંબર મેળવનારને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તદ્દ ઉપરાંત પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ ચલાવી પ્લાસ્ટીકનો કચરો એકઠો કરી તેનો નાશ કરવામાં આવ્યો આ પ્રસંગે શાળાના શિક્ષક હાર્દિકભાઈ મુંજાણી,વર્ષાબેન અને આશિષભાઈ ત્રિવેદી દ્વારા પણ બાળકોને વિશ્વ વન દિવસ અંતર્ગત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આ રીતે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર ઉજવણી કરી સમગ્ર કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

