સાચા સંત હંમેશા હિંસા વિરુદ્ધ હોય છે અને પ્રેમ, શાંતિ, સહાનુભૂતિનો ઉપદેશ આપે છે, પણ તકસાધુ બનીને બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ હિન્દુ ધર્મની એકતાને તોડવાનું કાર્ય કરી રહ્યા છે
હવે માફા-માફી ખુબ થઈ ગઈ, હિન્દુ સમાજની એકતા તૂટે અને વેમનશ્ય ફેલાઈ તે પહેલા સરકારે પગલાં લેવા જરૂરી
મહાદેવ શિવ – શંકર, ભગવાનશ્રી કૃષ્ણ, કુળદેવી માતાજી, સનાતન ધર્મના સંતો વિશે અવાર નવાર ધડ-માથા વગરની અપમાન જનક વાતો થઈ રહી છે : શું આ કોઈ પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે?
દેવી – દેવતાંઓને નીચા બતાવવાના કૃત્યથી રોષ ફેલાયો છે, વારંવાર થતી ભૂલને ભૂલ ન કહેવાય, હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનું કાર્ય કરી રહ્યા છે
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવાર નવાર સનાતન હિન્દુ દેવી-દેવતા વિશે અપમાનજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. જેના વીડિયો પણ વાઇરલ થાય છે. ત્યારે સનાતન હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરતા લખાણ વાળી સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તકો પર સરકાર પ્રતિબંધ મૂકે તે જરૂરી છે. તેમ અખિલ ભારતીય યદુવંશી મહાસભા ગુજરાત પ્રમુખ અને કુલધર્મ સંસ્થાના ગુજરાત સ્ટેટના કારોબારી સભ્ય હેમંત લોખીલે જણાવી, આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
શ્રી હેમંતભાઈ લોખીલે જણાવ્યું કે, મહાદેવ શિવ – શંકર, ભગવાનશ્રી કૃષ્ણ, કુળદેવી માતાજી, સનાતન ધર્મના સંતો વિશે અવાર નવાર ધડ-માથા વગરની અપમાન જનક વાતો થઈ રહી છે. શું આ કોઈ પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે? દેવી – દેવતાંઓને નીચા બતાવવાના કૃત્યથી રોષ ફેલાયો છે. વારંવાર થતી ભૂલને ભૂલ ન કહેવાય. હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનું આ કાવતરું હોય તેમ લાગી રહ્યું છે. રોજ સવારે ઉઠીને આપણા દેવી દેવતાઓનું અપમાન થતી વાતો સોશ્યલ મીડિયામાં સાંભળવાની? તકસાધુ બનીને બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ હિન્દુ ધર્મની એકતાને તોડવાનું કાર્ય કરી રહ્યા છે.
પણ હવે માફા-માફી ખુબ થઈ ગઈ, હિન્દુ સમાજની એકતા તૂટે અને વેમનશ્ય ફેલાઈ તે પહેલા સરકારે પગલાં લેવા જરૂરી છે. સનાતન હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરતા લખાણ વાળી સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તકો પર પ્રતિબંધ મુકવાની તાતી જરૂર હાલ જણાઈ રહી છે. આવા પુસ્તકોમાં સત્યથી વેગડા થઈ હિન્દુ દેવી દેવતાઓ વિશે લખેલા લખાણોના આધારે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આવા પ્રવચનો કરે છે. સડો મૂળમાંથી છે. જેથી આવા છપાઈ ગયેલા પુસ્તકો પર તત્કાલ પ્રતિબંધ મુકવામાં આવે. આવા પુસ્તકોના વેચાણ પર પાબંધી લગાવવામાં આવે.
સાચા સંત હંમેશા હિંસા વિરુદ્ધ હોય છે અને પ્રેમ, શાંતિ, સહાનુભૂતિનો ઉપદેશ આપે છે. પણ વીડિયોમાં દેવી દેવતાઓ વિશે એલફેલ બોલતા સાધુઓ હિન્દુ ધર્મના લોકોમાં જાણે ઉશ્કેરાટ ફેલાવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો અને હિન્દુ ધર્મના લોકોને સામસામે મુકી સમાજમાં ભાગલા પાડવાનું અમુક સાધુઓ કાર્ય કરી રહ્યા છે.
સંતો ની સનાતન ધર્મ પ્રત્યેની મુખ્ય ફરજ શું હોય…?
ધર્મનો પ્રચાર અને સંરક્ષણ…
તેમના કેટલાક મુખ્ય દાયિત્વો નીચે મુજબ છે :
1. ધર્મનું જ્ઞાન અપાવવું – સંતો લોકોને વેદો, ઉપનિષદો, ભગવદ ગીતા, રામાયણ અને મહાભારત જેવા શાસ્ત્રોનો સત્ય અને સાચો અર્થ સમજાવે છે.
2. સદાચાર અને નૈતિકતા પ્રગટાવવી – પોતાનું જીવન આદર્શ રાખીને, સત્સંગ અને ઉપદેશ દ્વારા તેઓ સમાજમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યો જાળવી રાખે છે.
3. ઈશ્વર પ્રત્યે ભક્તિ અને સન્માન વધારવું – સંતો ઉપાસના, જપ, ધ્યાન અને ભક્તિ દ્વારા લોકોને સનાતન ધર્મની ઊંડાઈમાં લઈ જાય છે.
4. અહિંસા અને કરુણા શીખવવી – સાચા સંત હંમેશા હિંસા વિરુદ્ધ હોય છે અને પ્રેમ, શાંતિ અને સહાનુભૂતિનો ઉપદેશ આપે છે.
5. ધર્મનું રક્ષણ કરવું – જ્યારે પણ સનાતન ધર્મ પર કોઈ આક્રમણ થાય, સંતો તેનો પ્રબળ પ્રતિરોધ કરે છે, પણ શાંતિપૂર્ણ અને શાસ્ત્રીય રીતથી.
6. સંસારમાથી મોહ દૂર કરાવવો – તેઓ લોકોને આધ્યાત્મિક માર્ગ બતાવે છે જેથી લોકો કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેથી મુક્ત થઈ શકે.
7. સેવા અને પરોપકાર – સંતો અનાથો, ગરીબો અને દર્દીઓની સેવા કરે છે, જે હિન્દુ ધર્મના પરમ સિદ્ધાંતોમાંનું એક છે.

