ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ.
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,
રાજ્યના બહારનો ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી દિનેશભાઇ ઢોકલીયા ઉર્ફે ગોબરીયાભાઇ ધાણુક (કનેશ) રહે.ડાબચા (કૌચા) તા.કઠીવાડા જી.અલીરાજપુર નાઓ પાવર હાઉસ ચોકડીએ ઉભેલ છે. તેવી મળેલ બાતમી હકીકત આધારે પાવર હાઉસ ચાર રસ્તા પર જઇ બાતમી મુજબના ઇસમને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેને પોતાનું નામ દિનેશભાઇ ઢોકલીયા ઉર્ફે ગોબરીયાભાઇ ધાણુક (કનેશ) રહે.ડાબચા (કૌચા) તા.કઠીવાડા જી.અલીરાજપુરનો હોવાનું જણાવેલ જેથી સદરીને ગુન્હા બાબતે પુછતાં તેણે જણાવેલ કે, આજથી આશરે છ વર્ષ પહેલા ચોરીની મોટર સાયકલ સાથે પકડાયેલ જેમાં તેનુ નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીક થી આજદીન સુધી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી મોટર સાયકલ ચોરીના ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટકાયત કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

