Gujarat

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી સિંચાઈના પાણી અને મોબાઇલ ગેમો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી

વિવિધ સોશ્યલ નેટવર્કનાં માઘ્યમથી વિડીયો ગેમ ઉપર પ્રતિબંધ લગાવવા તથા કૃષિ સિંચાઈ યોજના પ્રોજેકટની મુદત વધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આવેલ પ્રાથિમક શાળાના વિદ્યાર્થીઓ વિડીયો ગેમોની અસરથી પોતાના શરીરના ભાગે બ્લેડના કાપા મારેલ તેવી ઘટના હાલ વર્તમાન પત્રો દ્વારા જાણવા મળેલ છે, આ ઘટના ખુબ જ ગંભીર હોય સોશ્યલ નેટવર્કના માધ્યમથી (મોબાઈલનાં માધ્યમથી) બાળકોના માનસ ઉપર વિપરીત અસર કરતી આવી પ્રાણઘાતક ગેમો બાળકોના બ્રેઈન વોશ કરતી હોય છે અને પરિણામે માનસિક વિકૃતિઓને પણ જન્મ આપતી હોય શકે છે.
ગુજરાતમાં આવી વિડીયો ગેમોના કારણે આવી આકસ્મિક ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળતી હોય છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે અંગે આપણા રાજયમાં આવી પ્રાણઘાતક ગેમો સોશ્યલ મોબાઈલ નેટવર્કમાં કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવે  તેવી માંગ અંતમાં કરેલ છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત ૬ પ્રોજેકટ અમલમાં છે. ૩૧ માર્ચના રોજ પ્રોજેકટ પૂર્ણ થવાના હોય પણ લોકસભા ચૂંટણી, આચારસંહિતા તથા ચોમાસામાં મોડે સુધી વરસાદ થવાથી કામગીરી પૂર્ણ થઈ શકી નથી તેથી કૃષિ સિંચાઈ યોજના પ્રોજેકટની મુદત વધારવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર દ્વારા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ રજૂઆત કરી છે
બિપીન પાંધી સાવરકુંડલા