Gujarat

છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઝોઝ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ તેમજ રોડ રસ્તા અને સ્લેબડ્રેનનું અંદાજિત આઠ કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહુર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, લોકોએ અને સાંસદ અને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો

છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઝોઝ જિલ્લા પંચાયતના વિવિધ ગામો જેવા કે લીંબાની ગામે પ્રાથમિક શાળાના બે ઓરડાઓનું કામ – 30 લાખના ખર્ચે, ડુંગરભીત પ્રાથમિક શાળામાં ચાર ઓરડાઓ તેમજ રિપેરિંગ કામનું કામ – 90 લાખના ખર્ચે, ડોબાચાપરા ગામે પ્રાથમિક શાળાના બે ઓરડાઓનું કામ – 30 લાખના ખર્ચે, કેવડી પ્રાથમિક શાળામાં રીપેરીંગ ખર્ચનું કામ – 15 લાખના ખર્ચે, કાકડકુંડ મરચીપાની ગામે મીની પુલ બનાવવા માટેનું કામ – એક કરોડ 67 લાખના ખર્ચે, મીઠીબોર દુન રોડ જેમાં પાંચ નારા સાથેનું કામ – એક કરોડ 19 લાખના ખર્ચે, જાંમલી ડોલરીયા ગામે સ્લેબડ્રેન બનાવવા માટેનું કામ – એક કરોડ 26 લાખના ખર્ચે, જામલી પ્રાથમિક શાળામાં આઠ ઓરડાઓ બનાવવા માટેનું કામ – એક કરોડ 20 લાખના ખર્ચે અને કુંભાણી ગામે બે ઓરડાઓ અને મધ્યાન ભોજનનો સેડ, કમ્પાઉન્ડ વોલ અને બાળકો અને બાળકીઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા થાય તે માટે તે કામનું – 54 લાખના ખર્ચે ખાતમુર્હુત કરાયું હતું.
એમ કુલ ઝોઝ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે અંદાજિત આઠ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જર્જરીત બનેલી પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓનું ખાતમુહુર્ત કરાતા બાળકોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા, ડોલરીયા તાલુકા પંચાયતના સદસ્ય અને ઝોઝના સરપંચ જયસિંહભાઈ રાઠવા, સરપંચ ઘનશ્યામભાઈ, ભુરસીંગભાઇ રાઠવા, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો આચર્યો,ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અને રાજ્ય સરકાર દ્વારા ઝોઝ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં કરોડોના વિકાસના કામોનું મંજૂરી આપ્યા બાદ ખાતમુહુર્ત કરાતા વિસ્તારના આગેવાનો બાળકો તમામ ગામના લોકો અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો છોટાઉદેપુર વિધાનસભા વતી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર