Gujarat

કલોલના દુષ્કર્મ કેસનો નાસતો ફરતો આરોપી પોલીસે ઝડપી લીધો

ગાંધીનગર
સાત વર્ષ અગાઉ આરોપી પેરોલ પર જેલમાંથી બહાર આવી ગયો હતો અને મુદત પૂરી થવા છતાં જેલમાં પરત ફર્યો ન હતો. જે અન્વયે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી. ટીમે વોચ ગોઠવીને આરોપીને મહેસાણાના કડીથી ઝડપી લીધો હતો. જે બાદ ફરી પાછો સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો હતોકલોલ પોલીસ મથકની હદમાં કૌટુંબિક ભત્રીજીને પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરવા બદલ આરોપી જેલમાં સજા કાપી રહ્યો હતો. પોક્સો એક્ટ હેઠળ સાબરમતી જેલમાં સજા કાપતો આરોપી પેરોલ જમ્પ કરી જેલમાંથી બહાર આવી ગયો હતો. જાેકે, મુદ્દત પુરી થયા બાદ પણ જેલમાં પરત ન આવીને છેલ્લા સાત વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. જેથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ ફરીવાર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. કલોલ તાલુકાના એક ગામમાંથી સગીર વયની કૌટુંબિક ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવીને તેનો કાકો ભગાડીને લઈ ગયો હતો. જે અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ વર્ષ – ૨૦૧૪ માં આરોપી ફરીવાર સગીર ભત્રીજીને ભગાડી ગયો હતો. જેથી ફરીવાર તેના વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ થયો હતો. આ વખતે પણ પોલીસ તેને ઝડપી લાવી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેથી કોર્ટે આરોપીને પોકસો એકટ હેઠળ સજા ફટકારી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *