જામનગરના આંગણે ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની તલવારબાજી સ્પર્ધા મનપાના સ્પોર્ટસ કોમ્પલેકસમાં ચાલી રહી છે. આ સ્પર્ધા અંતર્ગત અંડર-14 વય જૂથની બહેનો માટે યોજાયેલી ત્રણ ઇવેન્ટ ઇપી, ફોઈલ અને સેબરની ફાઈનલ મેચો યોજાઈ હતી.
અંડર-14 ઇપી ઇવેન્ટની ફાઈનલમાં ગાંધીનગરની ખાતન પારૂલે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે સાબરકાંઠાની પટેલ જેન્સીએ દ્વિતીય સ્થાન મેળવી રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
ત્રીજું સ્થાન સાબરકાંઠાની ઝાંખડીયા શિલ્પા અને ગાંધીનગરની ઉમાવત ચાંદ્રાએ સંયુક્ત રીતે મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
ફોઈલ ઇવેન્ટમાં સાબરકાંઠાની ચૌધરી જેનીસે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, જ્યારે સાબરકાંઠાની લકુમ શ્રુષ્ટિએ બીજું સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો હતો.
જૂનાગઢની હીરપરા અંજલી અને જામનગરની વાનાણી જલ્પાએ ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
સેબર ઇવેન્ટની ફાઈનલમાં જુનાગઢની હડિયા વેદીતાએ પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે સાબરકાંઠાની સોલંકી જયશ્રીએ દ્વિતીય સ્થાન મેળવી રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
ત્રીજું સ્થાન રાવલ ધરતી અને સોની વૃષ્ટિ (મહેસાણા) એ સંયુક્ત રીતે મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

