National

ભૂતપૂર્વ IM આતંકવાદી અમ્માર યાશરની ઝારખંડ એટીએસ દ્વારા ધરપકડ

ઝારખંડ એટીએસની ટીમ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુત-તહરિરના વધુ એક શંકાસ્પદ, અમ્માર યાશરની ધનબાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસને તેની પાસેથી પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધિત ઘણા શંકાસ્પદ દસ્તાવેજાે મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે પહેલા ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો. આ આરોપમાં ૨૦૧૪ માં જાેધપુર પોલીસે તેમની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

દેશમાં ઉપદ્રવ ફેલાવનારો અને આતંકી સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ઝારખંડ પોલીસના આતંકવાદ વિરોધી ટુકડીએ ધનબાદથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુત તહરિર ના વધુ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આમ, એક અઠવાડિયામાં ધનબાદમાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદોની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે. ધરપકડ કરાયેલ પાંચમો શંકાસ્પદ અમ્માર યાશર છે. તે ધનબાદ જિલ્લાના ભુલી ઓપી વિસ્તારના શમશેર નગરનો રહેવાસી છે.તેના મોબાઇલમાંથી પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધિત અનેક શંકાસ્પદ દસ્તાવેજાે મળી આવ્યા હતા, જે યોગ્ય રીતે જપ્ત કરવામાં આવ્યા છે.

પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે પહેલા ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો. આ આરોપમાં, જાેધપુર પોલીસે ૨૦૧૪ માં તેમની ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધા. લગભગ ૧૦ વર્ષ જેલમાં રહ્યા બાદ મે ૨૦૨૪માં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા બાદ તેને ધનબાદના એક મિત્ર અયાન જાવેદ અને અન્ય આરોપીઓના સંપર્કમાં રહીને, તે આતંકવાદી સંગઠન હિઝબુત તહરિર સાથે જાેડાયો. અમ્માર યાશર વિરુદ્ધ ત્રણ અલગ અલગ કેસ નોંધાયેલા છે.રાજસ્થાનના જયપુરમાં ર્જીંય્ ખાતે વર્ષ ૨૦૨૪માં વિસ્ફોટક પદાર્થો અધિનિયમ અને ેંછઁછ ની કલમો હેઠળ નોંધાયેલ હ્લૈંઇ, વર્ષ ૨૦૧૯માં લાલકોઠી પોલીસ સ્ટેશનમાં જેલ અધિનિયમ હેઠળ નોંધાયેલ હ્લૈંઇ અને વર્ષ ૨૦૧૪માં રાજસ્થાનના જાેધપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હ્લૈંઇનો સમાવેશ થાય છે.

ઝારખંડ પોલીસ અને એટીએસની ટીમને માહિતી મળી હતી કે હિઝબુત તહરિર, અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ, ISIS અને અન્ય પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા કેટલાક લોકો ઇન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રાજ્યના અન્ય યુવાનોને તેમના નેટવર્ક સાથે જાેડીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તે ગેરકાયદેસર હથિયારોનો વેપાર અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યા છે. ઉપરોક્ત માહિતીમાંથી મળેલી હકીકતોના આધારે, છ્જી એ ૨૬ એપ્રિલના રોજ ધનબાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં, ધનબાદ જિલ્લાના બેંક મોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર આરોપી ગુલફામ હસન, અયાન જાવેદ, શહજાદ આલમ અને શબનમ પરવીનની ધરપકડ કરવામાં આવી હતી.