તાજેતરમાં જ RTE હેઠળ એડમિશનમાં પ્રથમ રાઉન્ડના એડમિશન ફાળવવામાં આવ્યા છે ત્યારે મણિનગરની આનંદ નિકેતન સ્કૂલ દ્વારા નવા ફાળવેલા એડમિશનમાં વાલીઓ પાસેથી સ્કૂલમાંથી ફરજીયાત ફૂડ અને ટ્રાન્સપોર્ટેશન માટે 69 હજાર રૂપિયા માંગવામાં આવ્યા છે.
આ અંગે વાલીએ ફરિયાદ કરતા DEO દ્વારા સ્કુલને નોટિસ ફટકારવામાં આવી છે અને 24 કલાકમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
મણિનગરમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ધોરણ 1માં RTE હેઠળ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓને પ્રવેશ બાદ તેમના વાલીઓ પાસેથી સ્કૂલ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને ફૂડ માટે 69 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા.
વાલી દ્વારા આ પૈસા ભરે તો જ એડમિશન કન્ફર્મ કરવાનું જણાવ્યું હતું.આ અંગે વાલીઓએ DEO ને ફરિયાદ કરી હતી.
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે સ્કૂલમાં દ્વારા કોઈ પણ વાલી પાસેથી ફૂડ કે ટ્રાન્સપોર્ટેશનના ફરજિયાત પૈસા ન લઈ શકાય.અમને ANAND નિકેતન સ્કૂલની ફરીયાદ મળતા સ્કૂલને નોટિસ આપી 1 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે.સ્કૂલના ખુલાસા બાદ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

