કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ સહેલાણીઓ પર કરેલા હુમલામાં 36 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાનના આતંકી સંગઠનો સામે એરસ્ટ્રાઈક કરીને જવાબી કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહી અંગે ભુજના નાગરિકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. શહેરમાં લોકોએ આ ઘટનાને દિવાળી સાથે સરખાવી એકબીજાને હેપ્પી દિવાલી કહેતા જોવા મળ્યા છે.
સ્થાનિક રહેવાસી અયુબ પઠાણે જણાવ્યું કે સરકારની આ કાર્યવાહી યોગ્ય છે અને આતંકવાદનો ભોગ બનેલી બહેનોને આ સાચો દિલાસો છે.
નદિમ સમાએ ભારત સરકારની કામગીરીને સરાહનીય ગણાવી છે. તેમણે કહ્યું કે આ એરસ્ટ્રાઈક આપણા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો યોગ્ય જવાબ છે. વેપારી કપિલ ભાનુશાળીના મતે આતંકવાદ સામે આવી કાર્યવાહી જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે આનાથી ભવિષ્યમાં આતંકીઓ હુમલા કરતા પહેલા સો વાર વિચારશે. પાન સેન્ટરના માલિક રામલાલે પણ સરકારની કાર્યવાહીને સમર્થન આપ્યું છે. ભુજના મોટાભાગના નાગરિકોએ આ પગલાંને દેશની સુરક્ષા માટે આવશ્યક ગણાવ્યું છે.

