Entertainment

ટોટલ ધમાલની ફ્રેન્ચાઇઝી ‘ધમાલ ૪‘માં રવિ કિશન એક ડોનના રોલમાં જાેવા મળશે

બૉલીવુડની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ની ફ્રેન્ચાઇઝી ‘ધમાલ ૪‘માં હવે અભિનેતા, ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ રવિ કિશન એક ડોનના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણ અને અરશદ વરસી સહિતના કલાકારો પણ છે.

જાેકે, ફિલ્મમાં હજુ સુધી અજય દેવગણની કોઈ હિરોઈન નક્કી થઈ નથી. પરંતુ, આ માટે તબ્બુ સાથે વાત ચાલતી હોવાનું કહેવાય છે.

આ ફિલ્મના શૂટિંગની વાત કરીએ તો મોટા ભાગે ભારતમાં જ થવાનું છે. શૂટિંગ લોકોશન તરીકે નિર્માતાએ ગોવા, મુંબઇ,માલશેજ ઘાટ પર થવાનું છે. જાેકે, કેટલાંક દ્રશ્યો વિદેશમાં ફિલ્માવાશે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંતમાં પૂરું કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલી ‘ધમાલ‘ ફિલ્મ ૨૦૦૭માં બની હતી જેનું બજેટ ૧૦ કરોડ રૂપિયા હતું અને કલેકશન ૩૩.૦૬ કરોડ રૂપિયા હતું. ‘ડબલ ધમાલ‘ ૨૦૧૧માં આવી હતી જેનું બજેટ ૩૦ કરોડ રૂપિયા હતુ અને કલેકશન ૪૫ કરોડ રૂપિયા હતું. ‘ટોટલ ધમાલ‘ ૨૦૧૯માં રિલીઝ થઇ હતી જે ૯૦-૧૦૦ કરોડ રૂપિયામાં બની હતી અને કલેકશન ૧૫૫.૬૭ કરોડ રૂપિયાનું હતું.