Gujarat

કોડીનારમાંથી ચોરાયેલી 3 બાઈક પોલીસ દ્વારા શોધી પરત અપાઈ

કોડીનાર શહેરમાં રહેતા ત્રણ વ્યકિતના બાઈકની ચોરી થઈ જતા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ કોડીનાર પોલીસ દ્વારા આ ત્રણેય બાઈકને શોધી કાઢવામાં આવી હતી. અને ફરિયાદીને પરત આપવામાં આવી હતી.

આ અંગેની મળતી વિગત મુજબ કોડીનાર શહેરમાં રહેતા દિનેશભાઈ કરશનભાઈ ચોહાણની સ્પેલેન્ડર બાઈક નં.જીજે- 11 એએન 3340, ચંદ્રકાન્તભાઈ લવજીભાઈ સૂચકનું એક્ટિવા નં.જીજે- 11-32 જે 5649 તેમજ દર્શનાબેન હાર્દિકભાઈ બારોટનું એક્ટિવા નં. જીજે 32 એબી 8763 નંબરના અલગ અલગ જગ્યાએથી બાઈક ચોરી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

પીઆઈ એન. આર. પટેલની સૂચના મુજબ તેમજ પીએસઆઈ એસ.એમ.દેવરેના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પી.જે. વાઢેર, એ.પી.જાની, ભિખુશા જુણેજા સહિતના સ્ટાફ દ્વારા આ ત્રણેય બાઈકને શોધીને ફરિયાદીને પરત આપવામાં આવી હતી.