મહેમદાવાદના કનીજમાં ખનન માફિયાઓ દ્વારા ખાત્રજ ગામમાંથી પસાર થતી વાત્રક નદીના કિનારાઓ ખોદી નાખ્યા બાદ હવે નદીના વચ્ચેથી ગેરકાયદે રેતી કાઢવામાટે નદી પર પુલ બનાવાઈ રહ્યો છે.
જેમાં આ નદીમાં મોટી ગાડીઓ, હાઈવા, ટ્રેક્ટર જેવા વાહનો જઈ શકે તે માટે અને નદીના પાણી અડચણ રૂપના બંને તે માટે વાત્રક નદીમાં મોટા ભૂંગળા નાખીને નદીનું વહેણ બદલી નાખ્યુ છે.
મહેમદાવાદના ખનન માફીયાઓ દ્વારા દિવસ અને રાત ખનીજની ચોરી કરાઈ રહી છે. જેમાં ખાત્રજ ગામમાંથી પસાર થતી વાત્રક નદીમાં ખનન માફિયાઓ દ્વારા ખનનની ચોરી કરવા માટે નદીના કિનારાઓ પર ખોદકામ કરી નાખી અને હવે નદી પર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે.
જેમાં ખનન માફિયાઓ દ્વારા આ બ્રિજ ઉપરથી જેસીબી ટ્રેક્ટર અને ડમ્પરોની અવરજવર કરી શકે તે માટે ભૂંગળા નાખી અને ઉપર પુરાણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ખનન માફિયાઓ દ્વારા નદીના વહેણને પણ બદલી નાખવામાં આવ્યું છે.
જોકે, એક બાદ એક જિલ્લામાં ખનન માફિયાઓ દ્વારા નદી પર બ્રિજ બનાવવામાં આવતા ખાણ ખનીજ વિભાગ ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે ખાન ખનીજ વિભાગ દ્વારા કયા પ્રકારના પગલાઓ ખનન માફિયા પર લેવામાં આવશે.

