Gujarat

મેંદરડા તાલુકામાં વીજળી ના કડાકા ભડાકા સાથે મીની વાવાઝોડું

મેંદરડા તાલુકામાં વીજળી ના કડાકા ભડાકા સાથે મીની વાવાઝોડું

મેંદરડા થી સાસણ તરફ,દાત્રાણા અને જુનાગઢ બાયપાસ રોડ પર વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવવો હતો

રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે આજે સાંજ થી મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો સહિત આજુબાજુના દાત્રાણા,આલીધ્રા,માનપુર, કેનેડીપુર,માલણકા,સાસણ ગીર, સમઢીયાળા, અણિયાળા, બરવાળા સહીતના અનેકો ગ્રામ્ય વિસ્તારો ના ગામડાઓ માં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબક્યો હતો

મેંદરડા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી વાવાઝોડું અને ખૂબ મોટા પ્રમાણમાં પવન ફૂંકાયો હતો જેના લીધે મેંદરડા સાસણ રોડ પર માનપુર મેંદરડા વચ્ચે મહાકાય ચાર જેટલા વૃક્ષો ધરાશાય થતાં આશરે પાંચેક કલાક જેટલો વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોના થપ્પા લાગી ચૂક્યા હતા ત્યારે ગ્રામજનો અને તંત્ર ના સહયોગ થી તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા વટ વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવેલ હતી તે બાદ પુનઃ મહાન વ્યવહાર શરૂ થયેલ હતો

જ્યારે ખેડૂતોએ ઉનાળુ પિયતમાં વાવેલા મગ,તલ,અડદ જેવા પાકોનુ વાવેતર કર્યુ હતુ હાલ ખેડૂતો એ પાક તૈયાર કરી કાપણી ની તૈયારી કરતાં હોય અને ત્યારે જ કમોસમી મુશળધાર વરસાદ ખાબકવા થી ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે જેથી કરીને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે, જેથી સરકાર શ્રી ને ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ખેડૂતો ને થયેલ નુકશાન ની અંગે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે

મેંદરડા નાં ખેડૂત પરસોતમ ભાઈ ઢેબરીયા જણાવે છે કે કમોસમી વરસાદ થી ખેડૂતો ને હાથ આવેલ કોળીયો છીનવાઈ ગયો છે ખેડૂતોના હાલ બે હાલ થઈ ચૂક્યા છે હવે જોવાનું રહ્યું કે સરકાર શ્રી શું મદદ કરી શકે…..?

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250524-WA0015-1.jpg IMG-20250524-WA0016-2.jpg IMG-20250524-WA0014-3.jpg IMG-20250524-WA0018-0.jpg