Gujarat

રાજકોટ બીભત્સ વિડીયો વાયરલ નહિ કરવા માટે બ્લેકમેઇલ કરીને ખંડણીની માંગણી કરતા પત્રકારો ને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ બીભત્સ વિડીયો વાયરલ નહિ કરવા માટે બ્લેકમેઇલ કરીને ખંડણીની માંગણી કરતા પત્રકારો ને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૩/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા બ્લેક મેઇલ કરીને ખંડણીની માંગણી કરનાર આરોપીઓને તત્કાલીન પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના PSI વી.ડી.ડોડીયા તથા એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફ DCB પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૮(૫),૬૧(૨),૫૪ તથા આઈ.ટી.એક્ટ કલમ-૬૬(બી), ૬૬(ઈ), ૬૭,૬૭(એ) મુજબ ફરીયાદી દ્વારા ફરીયાદ આપવામાં આવેલ જેમા સોશિયલ રીપોર્ટસ સાંધ્ય દૈનીકના તંત્રી આશિષ પ્રવિણભાઇ ડાભી તેમજ સમય મિરર ડેઇલી ન્યુઝ પેપરના પત્રકાર એજાજ હનીફભાઈ ગોરી તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ભરતભાઈ દોશી દ્વારા ફરીયાદીની સ્કુલની ચેમ્બરના CCTV ફુટેજ મેળવી ફરીયાદીને બ્રેકિંગ પ્લેટ ફરીયાદીના વોટ્સઅપ નંબર ઉપર મોકલી વિડીયો વાયરલ ન કરવા માટે ૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ) રૂપીયાની માંગણી કરવામાં આવેલ હતી અને જો રૂપીયા નહિ આપે તો જીવવુ મુશ્કેલ કરી નાંખશે તેવી ધમકી આપેલ હોય, જેથી ફરીયાદી અત્રે DCB પોલીસ સ્ટેશન મુકામે ફરીયાદ કરતા ટ્રેપ ગોઠવીને રામાપીર ચોકડી પાસે આવેલ સમર્પણ હોસ્પીટલથી આરોપીઓ પાસેથી ખંડણીના મેળવેલ રૂપીયા સાથે પકડીને કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. (૧) એજાજ હનીફભાઈ ગોરી જાતે-મુસ્લીમ ઉ.૩૬ (સમય મિરર ડેઇલી ન્યુઝ પેપર) રહે.પુનીતનગર સોસાયટી, શિતલપાર્ક ટોઈંગ સ્ટેશન પાસે રાજકોટ (૨) ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ભરતભાઈ દોશી જાતે-વાણીયા ઉ.૩૫ રહે.બજરંગવાડી શેરીનં.૪ હિનેશ પંચોલીના મકાનમાં ભાડેથી જામનગર રોડ રાજકોટ (૩) આશિષ પ્રવિણભાઇ ડાભી જાતે-કોળી ઉ.૩૧ (સાંધ્ય દૈનીક સોશિયલ રીપોર્ટર) રહે.૧૦૧ રીધ્ધી એપાર્ટમેન્ટ રણછોડનગર શેરીનં.૧૪ કુવાડવા રોડ રાજકોટ. મુળ.રામપર ગામ તા.કાલાવડ જી.જામનગર.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250524-WA0080.jpg