રાજકોટ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્ષ મેદાનમાં જ યોજાશે.
રાજકોટ શહેર તા.૨૩/૫/૨૦૨૫ ના રોજ રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ૧૯૮૩થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે ૨૦૦૩થી રેસકોર્ષ મેદાન ખાતે યોજવામાં આવે છે. રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી. જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં ભરાતો સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ વિદેશમાં પણ ખુબ જ પ્રખ્યાત છે. આ મેળાને નીહાળવા લોકો રાજકોટ સહિત અન્ય જિલ્લામાંથી પણ આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ સાતમ-આઠમને લઈ આ મેળો યોજવામાં આવશે. મળતી માહિતી દરમિયાન, આ વર્ષે પણ લોકમેળો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાશે. આ વર્ષે મેળામાં નવી નવી રાઈડ્સ જોવા મળશે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં ૧૫ લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવતા હોય છે. ત્યારે લોકોમેળાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


