જામનગરમાં એક રિક્ષા ચાલક લુટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. બેડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય ખીમજીભાઈ મકવાણાએ મહારાષ્ટ્રની રોહિણી હિંગલે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
લગ્ન માટે યુનુસભાઈ મન્સુરી અને કાલાવડના મુમતાજબેન અજીતભાઈએ મધ્યસ્થી કરી હતી. કુલ 1.80 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. આ રકમમાં દુલ્હનને 1.50 લાખ અને બંને વચેટિયાઓને 15-15 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
15 મે 2025ના રોજ તમામ લોકો આકોલા પહોંચ્યા હતા. 10 મેના રોજ કોર્ટ મેરેજ થયા બાદ નક્કી કરેલી રકમ ચૂકવી દેવામાં આવી હતી. ત્યારબાદ બધા જામનગર પરત ફર્યા હતા.
18 મેના રોજ રોહિણી પતિના ઘરે રોકાઈ હતી. બીજા દિવસે મંગળસૂત્ર અને અન્ય સામાન ખરીદવાના બહાને તે ખીમજીભાઈ સાથે દરબારગઢ વિસ્તારમાં ગઈ હતી. ત્યાંથી તે ખરીદીના બહાને ક્યાંક નીકળી ગઈ હતી. ત્યારબાદ તેનો કોઈ પત્તો લાગ્યો નથી.
ખીમજીભાઈએ રોહિણીનો મોબાઈલ ફોન લગાવ્યો હતો, પરંતુ તેણે ફોન રિસીવ કર્યો ન હતો. વચેટિયા યુનુસભાઈ અને મુમતાજબેનનો પણ ફોન બંધ આવતો હતો. આખરે ખીમજીભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

