બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તાજેતરમાં જ માતા બનવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે- જ્યારે તે પ્રેગ્નન્ટ હતી, ત્યારે તેનો અને તેના પુત્રનો જીવ જોખમમાં હતો. દિયાએ 39 વર્ષની ઉંમરે પુત્ર અવયાન આઝાદ રેખીને જન્મ આપ્યો, પરંતુ આ સફર સરળ નહોતી. પ્રેગ્નન્સીના પાંચમા મહિનામાં દિયાએ એપેન્ડિસાઈટિસ સર્જરી કરાવી. આ પછી તેને ખતરનાક બેક્ટેરિયલ ચેપ લાગ્યો.
પ્રેગ્નન્સી દરમિયાન ઇન્ફેક્શન અને જોખમી સ્થિતિ યુટ્યુબ ચેનલ ‘ઓફિશિયલ પીપલ ઓફ ઈન્ડિયા’ સાથેની વાતચીતમાં દિયાએ કહ્યું, ‘મારી પ્રેગ્નન્સીના પાંચમા મહિનામાં મારી એપેન્ડિક્સ સર્જરી થઈ હતી.
કદાચ એટલા માટે જ મને ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હતું. છઠ્ઠા મહિનાના અંતે, અમને ખબર પડી કે મારા પ્લેસેન્ટામાં રક્તસ્રાવ થઈ રહ્યો છે અને મારા શરીરમાં સેપ્સિસ ફેલાઈ રહ્યો છે.
જો તે સમયે બાળકની ડિલિવરી ન થઈ હોત, તો હું અને બાળક બંને બચી શક્યાં ન હોત. તે સમય જોખમી સ્થિતિમાંથી પસાર થયો હતો. જ્યારે દિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યારે દિયા ડૉક્ટરને ફક્ત તેના દીકરાને બચાવવા કહ્યું, પરંતુ તેના ગાયનેકોલોજિસ્ટે તેને ખાતરી આપી કે બંનેને બચાવી લેશે. જ્યારે અવયાનનો જન્મ થયો, ત્યારે તેનું વજન ફક્ત 810 ગ્રામ હતું અને તેને તરત જ NICUમાં દાખલ કરવામાં આવ્યો. તે સમયે દિયા પોતે એન્ટિબાયોટિક ઇન્જેક્શન લઈ રહી હતી.