રાજકોટ અબતક દૈનીક અખબારની ઓફીસમાંથી સોના/ચાંદીના દાગીના તથા રોકડા ની થયેલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૫/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તા.૨/૬/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, રાષ્ટ્રીય શાળા રોડ ડો.ધ્રુવ હોસ્પીટલની સામે અબતક પ્રેસની ઓફીસમાંથી તા.૧/૬/૨૦૨૫ ના કલાક-૨૧/૦૦ થી તા.૨/૬/૨૦૨૫ ના કલાક-૩/૦૦ સુધીમાં કોઇ ઓફીસમાં પ્રવેશ કરી ઓફીસમાં રાખેલ સોનાની લગડી તથા દાગીના વજન આશરે ૬૬૨ ગ્રામ તથા રોકડા રૂપીયા મળી કિ.રૂ.૭૬,૯૦,૦૦૦ ની ચોરીનો બનાવ બનેલ હોય જે અંગે રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે BNS કલમ-૩૦૫,૩૩૧(૪) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા અનડીટેકટ ધરફોડ ચોરીનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના કરેલ હોય જે સુચના અન્વયે અમો ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોય. બાદ ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા નાયબ પોલીસ કમિશનર (ઝોન-ર) જગદીશ બાંગરવા ના સુપરવિઝન હેઠળ અને મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ નાઓના નેતૃત્વ હેઠળ એ.એન.પરમાર તથા એમ.કે.મોવલીયા, એસ.વી.ચુડાસમા નાઓની ટીમો બનાવી આ કામે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી આ કામે અબતક દૈનીક અખબાર પ્રેસમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ૩ ઇસમોને પકડી આ ગુન્હાના કામે સોનાના ઢાળીયાઓ તેમજ દાગીના તેમજ ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપીયા કબ્જે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) સંતોષભાઇ શંકરભાઇ થાપા જાતે.નેપાળી ઉ.૩૦ રહે.રૈયાધાર મણીનગર નંદનવન વિલ્લા એપાર્ટમેન્ટના પાર્કીંગમાં આવેલ રૂમમાં રાજકોટ મુળવતન-ભજની ગામ, તા.લાલભુજી જી.ઓડા નં.૬ નેપાળ (૨) વિનોદભાઇ શંકરભાઈ થાપા નેપાળી ઉ.૨૫ રહે.હનુમાનમઢી પાસે તુલશીબાગ એપાર્ટમેન્ટમાં આવેલ રૂમમાં રાજકોટ મુળવતન-ભજની ગામ, તા.લાલભુજી જી.ઓડા નં.૬ નેપાળ (3) અર્જુનસિંગ માનસિંગ પરીયાગ નેપાળી ઉ.૩૦ રહે.ડો.યાજ્ઞીક રોડ ઇમ્પીરીયલ હોટલની સામેની શેરીના ખુણે આવેલ એપાર્ટમેન્ટમાં રાજકોટ મુળવતન-બટનપુર તા.કૈલાલી જી.ઓડા નં.૮ નેપાળ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


