ધોરાજી અને જૂનાગઢના જોડતા મુખ્ય માર્ગનું રૂપિયા 8 કરોડના ખર્ચે રોડ રસ્તાના ડામરનું કામ તાજેતરમાં હાથ ધરવામાં આવ્યું છે ડામર રોડના નબળા કામને લઈ પ્રજાજનોમાં ભારે રોષ ફેલાયો છે.
ડામર રોડ બન્યાના બીજા દિવસે રોડ પર ડામરને બદલે માત્ર કાંકરી જોવા મળતા સ્થાનિક લોકો રાહદારીઓએ રોડની લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ થતાં હોબાળો મચાવ્યો હતો.
આ મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ તંત્ર વાહકોને રોડની ચાલતી નબળી કામગીરી અંગે આક્રોશપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
ધોરાજીના જુનાગઢ રોડની સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી મગરમચ્છની પીઠ સમાન બની ચૂકી છે ધોરાજી અને જુનાગઢ વચ્ચે અવરજવર પુષ્કળ પ્રમાણમાં હોય તેમ જ હોસ્પિટલ અને દવાખાનાના કામ માટે જુનાગઢ રીફર કરવામાં આવતા હોવાથી આ રોડ અને રસ્તાની ઉપયોગિતા વધારે થતી હોય છે.