જૂનાગઢ માં ૧૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૫૫,૯૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા._
જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ *જિલ્લા જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાઓ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.._
_જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંત જ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે._
જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૧૪ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-૨, ૮ કેરીના બોક્ષ, ઓઇલના ટીન નંગ – ૨૦ , રોકડ રૂપિયા, કપડા, ધાણાનું પોટલું, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૫૫,૯૦૦/- નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…_
(૧) અરજદાર દર્શનાબેન હિતેષભાઇ ગોહીલનો રૂ. ૧૮,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા ૨,૦૦૦/- મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ પર્સ શોધી પરત અપાવેલ.અરજદાર દર્શનાબેન હિતેષભાઇ ગોહીલ જૂનાગઢના વતની હોય દર્શનાબેન ઉપરકોટથી ઓટો રિક્ષામાં બેસી મજેવડી ગેટ તરફ જતા હોય મજેવડી ગેટ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને મલુમ થયેલ કે તેમનું રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતના સામાનનું પર્સ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે પર્સમાં રૂ. ૧૮,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા ૨,૦૦૦/- હોય. દર્શનાબેને તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા કે પર્સ મળી આવેલ નહીં પર્સમાં રહેલ મોબાઇલ ફોનમાં તેમના જરૂરી ડેટા સેવ કરેલ હોય ખોવાયેલ મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા સહિતનું પર્સ કેવી રીતે શોધવું જે બાબતથી દર્શનાબેન ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા દર્શનાબેન મજેવડી ગેટ જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી દર્શનાબેનનું રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતના સામાનનું પર્સ જે ઓટો રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-01-DY-0132 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા દર્શનાબેનનું રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતના સામાનનું પર્સ તેમની પાસે હોવાનું જણાવેલ.*નેત્રમ શાખા દ્વારા અરજદાર દર્શનાબેન હિતેષભાઇ ગોહીલનું રૂ. ૧૮,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા ૨,૦૦૦/- સહિતનું પર્સ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૨) અરજદાર અર્જુનભાઇ મનોજભાઇ રૂપારેલીયાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો Vivo કંપનીનો મોબાઇલ ફોન ખોવાયેલ જે શોધી પરત અપાવેલ
અરજદાર અર્જુનભાઇ મનોજભાઇ રૂપારેલીયા જૂનાગઢના વતની હોય અર્જુનભાઇ પોતાનુ બાઇક લઇ એમ.જી રોડથી કાળવા ચોક તરફ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય અર્જુનભાઇ કાળવા ચોક જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઈલ ફોન મળી આવેલ નહીં તે મોબાઇલ ફોનમાં તેમના જરૂરી ડેટા સેવ કરેલ હોય ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો જે બાબતથી અર્જુનભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા અર્જુનભાઇ કાળવા ચોક ખાતે જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા અર્જુનભાઇનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો મોબાઇલ ફોન કાળવા ચોક ખાતે પડતો હોવાનું જણાય આવેલ ત્યારબાદ તુરંત જ તે મોબાઇલ ફોન કાળવા ચોકમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ. જે અજાણ્યા વ્યક્તિનો આગળનો સમગ્ર રૂટ ચેક કરતા તે વ્યક્તિ કાળવા ચોકમાં દુકાનમાં નોકરી કરતો હોય તેવું જાણવા મળેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા અર્જુનભાઇનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર અર્જુનભાઇ મનોજભાઇ રૂપારેલીયાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો મોબાઇલ ફોન તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૩) અરજદાર સલીમભાઈ કાસીમભાઈ મુનશીના રૂ. ૬,૪૦૦/- ની કિંમતના ૮ કેરીનાં બોક્ષ ખોવાયેલ જે શોધી પરત અપાવેલ_
અરજદાર સલીમભાઈ કાસીમભાઈ મુનશી જૂનાગઢના વતની હોય સલીમભાઈ માર્કેટીંગ યાર્ડથી ૮ કેરીનાં બોક્ષ ઓટો રિક્ષામાં ભરી પોતાના ઘર તરફ મોકલાવેલ. સલીમભાઈએ ૨-૩ કલાક રાહ જોયેલ પરંતુ ઓટો રિક્ષા ચાલક કેરી લઈને આવેલ નહીં સલીમભાઈ પાસે ઓટો રિક્ષા ચાલકના કોન્ટેક્ટ નંબર કે અન્ય કોઇ માહિતી ના હોય જેથી તે ઓટો રિક્ષા ચાલકને કેવી રીતે શોધવો? કેરીનાં બોક્ષ સલીમભાઈએ પોતાની બહેનોને આપવા માટે લીધેલ હોય ૮ કેરીનાં બોક્ષ કેવી રીતે શોધવા જે બાબતથી સલીમભાઈ ખૂબ વ્યથીત થઈ ગયેલ નેત્રમ શાખા દ્વારા સલીમભાઈએ માર્કેટીંગ યાર્ડથી કેરીનાં બોક્ષ જે ઓટો રિક્ષામાં મૂકેલ હોય તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી સલીમભાઈએ રૂ. ૬,૪૦૦/- ની કિમતના ૮ કેરીનાં બોક્ષ જે ઓટો રિક્ષામાં મૂકેલ હોય તે ઓટો રિક્ષાના રજી નં GJ-09-AV-4733 શોધેલ નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા સલીમભાઈના રૂ. ૬,૪૦૦/- ની કિંમતના ૮ કેરીનાં બોક્ષ તેમની પાસે હોવાનું જણાવેલ. આમ *અરજદાર સલીમભાઈ કાસીમભાઈ મુનશીના રૂ. ૬,૪૦૦/- ની કિંમતના ૮ કેરીનાં બોક્ષ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૪) અરજદાર સંજયભાઇ રસીકલાલ સોલંકીનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતના કપડાનો થેલો ખોવાયેલ જે શોધી પરત અપાવેલ
_અરજદાર સંજયભાઇ રસીકલાલ સોલંકી જૂનાગઢના વતની હોય. સંજયભાઇ રેલ્વે સ્ટેશનથી ઓટો રિક્ષામાં બેસી આઝાદ ચોક તરફ જતા હોય તે દરમ્યાન સંજયભાઇનો રૂ. ૫,૦૦૦/- ની કિમતનો કપડાનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય સંજયભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા કે કપડાનો થેલો મળી આવેલ નહી તે થેલામાં રૂ. ૫,૦૦૦/- ની કિમતના કપડા હોય જે મળવા તેમના માટે ખૂબ જરૂરી હોય ખોવાયેલ થેલો કેવી રીતે શોધવો જે બાબતથી સંજયભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા સંજયભાઇ આઝાદ ચોક જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષામાં નો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી સંજયભાઇ પોતાનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતના કપડાનો થેલો જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાના રજી નં. GJ-31-X-2785 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા સંજયભાઇનો રૂ. ૫,૦૦૦/- ની કિંમતના કપડાનો થેલો તેમની પાસે હોવાનુ જણાવેલ. *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર સંજયભાઇ રસીકલાલ સોલંકીનું રૂ. ૫,૦૦૦/- ની કિંમતના કપડાનો થેલો ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ.
(૫) અરજદાર નદીમભાઇ ઇસ્માઇલભાઇ અમરેલીયાનું રૂ. ૪,૫૦૦/- ની કિંમતના ઓઇલના ૧૦ કેનનુ પાર્સલ ખોવાયેલ જે શોધી પરત અપાવેલ.
અરજદાર નદીમભાઇ ઇસ્માઇલભાઇ અમરેલીયા જૂનાગઢના વતની હોય નદીમભાઇ ખામધ્રોલ રોડથી ઓટૉ રિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનું ઓટો રિક્ષામાં રાખેલ રૂ. ૪,૫૦૦/- ની કિંમતનું ઓઇલના કેન ભરેલ પાર્સલ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય નદીમભાઇ રેલ્વે સ્ટેશન જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ ચેક કરેલ પરંતુ પાર્સલ મળી આવેલ નહિં. પાર્સલ મળવું તેમના માટે ખૂબ જરૂરી હોય તે પાર્સલની કિંમત રૂ. ૪,૫૦૦/- તેમના માટે ખૂબ વધારે હોય ખોવાયેલ પાર્સલ કેવી રીતે શોધવુ જે બાબતથી નદીમભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા નદીમભાઇ રેલ્વે સ્ટેશન જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા નદીમભાઇનું રૂ. ૪,૫૦૦/- ની કિંમતનું ઓઇલના કેનનું પાર્સલ રેલ્વે સ્ટેશન નજીક ઓટો રિક્ષામાંથી પડતુ હોવાનું CCTV માં જણાય આવેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે પાર્સલ ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો આગળનો રૂટ ચેક કરી તે બાઇકના રજી નં. GJ-11-AQ-7421 શોધેલ નેત્રમ શાખા દ્વારા તે બાઇક ચાલકનો કોન્ટેક્ટ કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે પાર્સલ તેમની પાસે હોવાનું જણાવેલ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ તથા કોઇ વ્યક્તિની ખોવાયેલ વસ્તુ મળી આવે તો નજીકના પો.સ્ટે. ખાતે જમા કરાવવા સમજ કરેલ *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર નદીમભાઇ ઇસ્માઇલભાઇ અમરેલીયાનું રૂ. ૪,૫૦૦/- ની કિંમતનું ઓઇલના કેનનું પાર્સલ તાત્કાલીક શોધી પરત અપાવેલ._
(૬) અરજદાર મુસ્તાકભાઇ સલીમભાઇ સોરઠીયાનો રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ જે શોધી પરત અપાવેલ_
_અરજદાર મુસ્તાકભાઇ સલીમભાઇ સોરઠીયા જૂનાગઢના વતની હોય સલીમભાઇ દોલતપરાથી પોતાની સ્કુટી લઇ માર્કેટીંગ યાર્ડ તરફ જતા હોય તે દરમ્યાન તેમની સ્કુટીમાં રાખેલ રૂ. ૪,૦૦૦/- ની કિંમતનો સામાનનો થેલો રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય મુસ્તાકભાઇ માર્કેટીંગ યાર્ડ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ ચેક કરેલ પરંતુ થેલો મળી આવેલ નહિં. જે થેલામાં તેમનો કીંમતી સામાન હોય જે તેમના માટે ખૂબ જરૂરી હોય તે સામાનની કિંમત રૂ. ૪,0૦૦/- તેમના માટે ખૂબ વધારે હોય તે કેવી રીતે શોધવુ? જે બાબતથી મુસ્તાકભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા મુસ્તાકભાઇ માર્કેટીંગ યાર્ડ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા મુસ્તાકભાઇનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો દોલતપરા નજીક પડતુ હોવાનું CCTV માં જણાય આવેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા ઓટો રીક્ષા ચાલક દ્વારા તે થેલો ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા ઓટો રીક્ષા ચાલકનો આગળનો રૂટ ચેક કરી તે ઓટો રીક્ષાના રજી નં. GJ-06-AU-9942 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રીક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે પાર્સલ તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા ઓટો રીક્ષા ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ તથા કોઇ વ્યક્તિની ખોવાયેલ વસ્તુ મળી આવે તો નજીકના પો.સ્ટે. ખાતે જમા કરાવવા સમજ કરેલ *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર મુસ્તાકભાઇ સલીમભાઇ સોરઠીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતના સામનનો થેલો તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૭) અરજદાર મયુરીબેન સુરેશભાઇ ત્રાંબડીયાનો રૂ. ૧૫૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ જે શોધી પરત અપાવેલ.
અરજદાર મયુરીબેન સુરેશભાઇ ત્રાંબડીયા જૂનાગઢના વતની હોય મયુરીબેન એસ.ટી.સર્કલથી ઓટો રિક્ષામાં બેસી ઝાંઝરડા રોડ તરફ જતાં હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનનો થેલો ઓટો રિક્ષામાં જ ભુલાય ગયેલ હોય જે થેલામાં કપડાં તથા અન્ય જરૂરી અનાજ કરીયાણાનો સામાન હોય મયુરીબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા કે થેલો મળી આવેલ નહીં ખોવાયેલ સામાનનો થેલો કેવી રીતે શોધવો? જે બાબતથી મયુરીબેન ખૂબ વ્યથીત થઈ ગયેલ નેત્રમ શાખા દ્વારા મયુરીબેન ઝાંઝરડા ચોકડી ખાતે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી મયુરીબેનનો રૂ. ૧૫૦૦/- ની કિમતનો સામાનનો થેલો જે ઓટો રિક્ષામાં ભુલાયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-07-YZ-0140 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા મયુરીબેનનો રૂ. ૧૫૦૦/- ની કિંમતના સામાનનો થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. ‘8આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર મયુરીબેન સુરેશભાઇ ત્રાંબડીયાનો રૂ. ૧૫૦૦/- ની કિંમતના કપડાં તથા અનાજ કરીયાણા સહિતનો સામાનનો થેલો ગણતરીની કલાકમાં શોધી પરત અપાવેલ.
(૮) અરજદાર રવિભાઇ કાનાભાઇ પરમારના રોકડ રૂ. ૧૫૦૦/- તથા બેંકના અગત્યના ખોવાયેલ ડોક્યુમેન્ટ શોધી પરત અપાવેલ
અરજદાર રવિભાઇ કાનાભાઇ પરમાર જૂનાગઢના વતની હોય રવિભાઇ મોતીબાગથી રાયજીબાગ તરફ જતા હોય તે દરમ્યાન તેમના ખીસ્સામાંથી રૂ. ૧,૫૦૦/- રોકડ રૂપીયા તથા બેંકના અગત્યના ડોક્યુમેન્ટ્સ પડી ગયેલ હોય રવિભાઇ જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ રોકડ રૂપીયા તથા ડોક્યુમેન્ટ્સ મળી આવેલ નહિં, રવિભાઇ માટે બેંકના ડોક્યુમેન્ટ્સ અગત્યના હોય જેથી તે મળવા ખૂબ જ જરૂરી હોય ખોવાયેલ રોકડ રૂપીયા તથા બેંકના ડોક્યુમેન્ટ્સ કેવી રીતે શોધવા? તે બાબતથી રવિભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા રવિભાઇ મોતીબાગ ખાતેથી રાયજીબાગ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા રવિભાઇ મોતીબાગ સામે કોઇ દુકાને રોકાયેલ હોય ત્યાંથી રાયજીબાગ તરફ જતા સમયે રવિભાઇના રોકડ રૂ. ૧,૫૦૦/- તથા બેંકના અગત્યના ડોક્યુમેન્ટ્સ દુકાનની બહાર પડતા હોય તેવું જોવા મળેલ ત્યારબાદ તુરંત જ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા મોપેડ ચાલક દ્વારા તે રોકડ રૂપીયા તથા ડોક્યુમેન્ટ્સ ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા મોપેડ ચાલકનો આગળનો સમગ્ર રૂટ ચેક કરી તે મોપેડના રજી નં. GJ-10-CH-9957 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા મોપેડ ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા રવિભાઇના રોકડ રૂ. ૧,૫૦૦/- તથા બેંકના અગત્યના ડોક્યુમેન્ટ તેમની પાસે હોવાનુ જણાવેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા મોપેડ ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ તથા કોઇની વસ્તુ મળે તો નજીકના પો.સ્ટે. ખાતે જમા કરાવવા સમજ કરેલ. *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર રવિભાઇ કાનાભાઇ પરમારના રોકડ રૂ. ૧,૫૦૦/- તથા બેંકના અગત્યાના ડોક્યુમેન્ટ્સ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૯) અરજદાર કનુભાઇ દ્વારકાદાસ સોલંકીનું રૂ. ૧,૨૦૦/- ની કિંમતનું ધાણાનું પોટલું ખોવાયેલ જે શોધી પરત અપાવેલ
(૧૦) અરજદાર શમાબેન પરવીનભાઈનો રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાયેલ જે શોધી પરત અપાવેલ.
(૧૧) અરજદાર કિશોરભાઇ બચુભાઇ સંચારાની રૂ. ૫૦૦/- ની કિમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ.
(૧૨) અરજદાર ઘનશ્યામભાઇ મનહરસિંહ ગૌતમની રોકડ રૂ. ૩૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિત સામાનની થેલી ખોવાયેલ જે શોધી પરત અપાવેલ.
(૧૩) અરજદાર વિશાલભાઇ ભાવીનભાઇ હિંડોચાની અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી ખોવાયેલ જે શોધી પરત અપાવેલ.
અરજદાર વિશાલભાઇ ભાવીનભાઇ હિંડોચા જૂનાગઢના વતની હોય વિશાલભાઇના પિતાશ્રી બિલખા ગેટ જલ ભવનથી પોતાની બાઇક લઇ સરદાર ચોક તરફ જતા હોય તે દરમ્યાન તેમની બાઇકમાં રાખેલ અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય વિશાલભાઇના પિતાશ્રી સરદાર ચોક જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ ડોક્યુમેન્ટ્સની થેલી મળી આવેલ નહિં. થેલીમાં રહેલ ડોક્યુમેન્ટ્સ ખૂબ જ અગત્યના હોય ખોવાયેલ ડોક્યુમેન્ટ્સની થેલી કેવી રીતે શોધવી જે બાબતથી વિશાલભાઇ તથા તેમના પીતાશ્રી ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા વિશાલભાઇના પિતાશ્રી જલભવનથી સરદાર ચોક જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા વિશાલભાઇના પિતાશ્રીની અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી સરદાર ચોક ખાતે તેમની બાઇકમાં જોવા મળતી નથી નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા વિશાલભાઇના અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી સરદાર ચોક પાસેથી મળી આવેલ *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર વિશાલભાઇ ભાવીનભાઇ હિંડોચાની અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૧૪) અરજદાર જયેશભાઇ ખીમજીભાઇ વાઘેલાના અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી ખોવાયેલ શોધી પરત અપાવેલ.
અરજદાર જયેશભાઇ ખીમજીભાઇ વાઘેલા જેતપુરના વતની હોય. જયેશભાઇ સાસણથી ઇકો કારમાં બેસી સરદારબાગ તરફ જતા હોય સરદારબાગ ખાતે ઇકો કારમાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી ઇકો કારમાં જ ભુલાઇ ગયેલ હોય જે થેલીમાં તેમનું લિવિંગ સર્ટીફિકેટ, જન્મ તારીખનો દાખલો તથા ધોરણ ૧૦ ની માર્કશીટ હોય જયેશભાઇએ તે ઇકો કાર શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઇકો કાર કે ડોક્યુમેન્ટ્સ્ની થેલી મળી આવેલ નહી થેલીમાં રહેલ ડોક્યુમેન્ટ્સ ખૂબ જ અગત્યના હોય ખોવાયેલ ડોક્યુમેન્ટ્સ કેવી રીતે શોધવા જે બાબતથી જયેશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા જયેશભાઇ સરદારબાગ જવા માટે જે ઇકો કારમાં બેસેલ તે ઇકો કારનો સમગ્ર રૂટ *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી જયેશભાઇના અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી જે ઇકો કારમાં ભુલી ગયેલ હોય તે ઇકો કારના રજી નં. GJ-11-CD-2143 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઇકો ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. *આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર જયેશભાઇ વાઘેલાના અગત્યના ડોક્યુમેન્ટ્સ લિવિંગ સર્ટીફિકેટ, જન્મ તારીખનો દાખલો તથા ધોરણ ૧૦ નું રિઝલ્ટ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ્સની થેલી તાત્કાલીક શોધી પરત અપાવેલ
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ *CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી
અરજદાર દર્શનાબેન હિતેષભાઇ ગોહીલનું રૂ. ૧૮,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો મોબાઇલ ફોન તથા રોકડ રૂપીયા ૨,૦૦૦/- મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ પર્સ
• _*અરજદાર અર્જુનભાઇ મનોજભાઇ રૂપારેલીયાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Vivo કંપનીનો મોબાઇલ ફોન
• _*અરજદાર સલીમભાઈ કાસીમભાઈ મુનશીના રૂ. ૬,૪૦૦/- ની કિંમતના ખોવાયેલ ૮ કેરીનાં બોક્સ
• _*અરજદાર સંજયભાઇ રસીકલાલ સોલંકીનું રૂ. ૫,૦૦૦/- ની કિંમતના કપડાનો ખોવાયેલ થેલો
• _*અરજદાર નદીમભાઇ ઇસ્માઇલભાઇ અમરેલીયાનું રૂ. ૪,૫૦૦/- ની કિંમતનું ઓઇલના ડબ્બાનું ખોવાયેલ પાર્સલ
• _*અરજદાર મુસ્તાકભાઇ સલીમભાઇ સોરઠીયાનું રૂ. ૪,૦૦૦/- ની કિંમતનું સામાનનો ખોવાયેલ થેલો
• _*અરજદાર મયુરીબેન સુરેશભાઇ ત્રાંબડીયાનો રૂ. ૧૫૦૦/- ની કિંમતના સામાનનો ખોવાયેલ થેલો
• _*અરજદાર રવિભાઇ કાનાભાઇ પરમારના રોકડ રૂ. ૧૫૦૦/- તથા બેંકના અગત્યના ખોવાયેલ ડોક્યુમેન્ટ
• _*અરજદાર કનુભાઇ દ્વારકાદાસ સોલંકીનું રૂ. ૧,૨૦૦/- ની કિંમતનું ધાણાનું ખોવાયેલ પોટલું
• _*અરજદાર શમાબેન પરવીનભાઈનો રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનો ખોવાયેલ થેલો
• _*અરજદાર કિશોરભાઇ બચુભાઇ સંચારાની રૂ. ૫૦૦/- ની કિમતના સામાનની ખોવાયેલ થેલી
• _*અરજદાર ઘનશ્યામભાઇ મનહરસિંહ ગૌતમની રોકડ રૂ. ૩૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતની ખોવાયેલ થેલી
• _*અરજદાર વિશાલભાઇ ભાવીનભાઇ હિંડોચાની અગત્યના ડોક્યુમેન્ટ્સની ખોવાયેલ થેલી
• _*અરજદાર જયેશભાઇ ખીમજીભાઇ વાઘેલાના અગત્યના ડોક્યુમેન્ટ્સની ખોવાયેલ થેલી
શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને મોબાઇલ ફોન નંગ-૨, ૮ કેરીના બોક્ષ, ઓઇલના કેનનું પાર્સલ, રોકડ રૂપિયા, કપડા, ધાણાનું પોટલું, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૩૫,૯૦૦/- નો સામાન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી તેમના મોબાઇલ ફોન નંગ-૧, ૮ કેરીના બોક્ષ, ઓઇલના કેનનું પાર્સલ, રોકડ રૂપિયા, કપડા, ધાણાનું પોટલું, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત ૫૫,૯૦૦/- નો મુદ્દામાલ શોધી પરત આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ફોન નંગ-૨, ૮ કેરીના બોક્ષ, ઓઇલના કેનનું પાર્સલ, રોકડ રૂપિયા, કપડા, ધાણાનું પોટલું, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૫૫,૯૦૦/- મુદ્દામાલ પરત કરેલ હતો.
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ:-_
પી.એસ.આઇ. શ્રી પ્રતિક મશરૂ, હે.કોન્સ. રામસિંહભાઇ ડોડીયા, અશોકભાઇ વઘેરા, વિક્રમભાઇ જીલડીયા પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, લાખાભાઇ ટીંબા, નરેન્દ્રભાઇ દયાતર, સુખદેવસિંહ સિસોદીયા, વિજયભાઇ છૈયા, ભાવિશાબેન સિસોદિયા, ખુશ્બુબેન બાબરીયા, રૂપલબેન છૈયા,અંજનાબેન ચવાણ, જાનવીબેન પટોળીયા, પ્રજ્ઞાબેન જોરા, દક્ષાબેન પરમાર, શિલ્પાબેન કટારીયા, પાયલબેન વકાતર, એન્જીનીયર મસઉદઅલીખાન પઠાણ
રિપોર્ટર મહેશ કથિરીયા