વેકરીયાના જન્મદિવસે સી આર પાટીલે આપી સરપ્રાઈઝ
જાળીયા સિંદુર વન લોકાર્પણ કાર્યક્રમમા હાજરી આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી
વન મંત્રી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ સહિત મહાનુભાવોની હાજરી
સાંજે ભવ્ય વિદ્યા ઉપાસક અભિવાદન સમારોહમાં અમરેલી શહેરની તમામ શાળાઓમાં ધોરણ 10 અને 12 ના ટોપ થ્રી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ
સિવિલ હોસ્પિટલ અમરેલીમાં પ્રસુતાઓને કીટ વિતરણ,AiDs થી પીડાતા બાળકોને કીટ વિતરણ, અનાથ આશ્રમે એજ્યુકેશન કીટ, વૃક્ષારોપણ સહિત ભવ્ય ઉજવણી
અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના આજે જન્મ દિવસ નિમિત્તે અમરેલી વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રીતે સામાજિક સંસ્થાઓ યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી
પ્રથમ કૌશિક વેકરીયાના વતન અમરેલી તાલુકાના દેવરાજીયા આંગણવાડી ખાતે માસૂમ ભૂલકાઓ સાથે ઉજવણી કરવામાં આવી છે. જે બાદ અમરેલી તાલુકાના બાબાપુર ગામમાં સર્વોદય સરસ્વતી મંદિરના બાલઘર ખાતે વિશિષ્ટ બાળકોને સ્કૂલબેગ સહિત કીટ વિતરણ 9-30 વાગે જાળીયા ગામમાં સિંદૂર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બાદ અમરેલી તાલુકાના ચિતલ ગામમા 150 કરતા વધુ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ એજ્યુકેશ કીટ વોટર બોટલ સહિત વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.
અમરેલી સિવિલ હોસ્પિટલમા ગાયનેક વોર્ડમાં પ્રસુતાઓ અને નવજાત શિશુઓ એજ્યુકેશન કીટ મેડિકલ કીટ નાસ્તા કપડા રમકડાં સહિત વસ્તુઓનું વિતરણ કરવામા આવશે. જે બાદ સિવિલ હોસ્પિટલ પાસે એડ્સ રોગથી પીડાતા બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવશે અને ત્યાર પછી કર્તવ્યમ કાર્યાલય ખાતે મહા રક્તદાન કેમ્પ 251 બોટલ કરવાનો ટાર્ગેટ છે. અમરેલી શહેરમાં મણીનગર માનસિક વિકાસ કેન્દ્રમાં બાળકો માટે સ્કૂલ બેગ તથા ભોજન સમારંભ અને મોટી કુંકાવાવમાં અલગ અલગ વિસ્તારમાં રાશન કીટ, વિતરણ શાળામાં એજ્યુકેશ કીટ વિતરણ, દવાખાનામાં ફ્રુટ વિતરણ, અજા વિસ્તારમાં બાળકો માટે કપડા ચપલ, રામરોટી ભોજનાલય ખાતે જરૂરિયાતમંદો માટે ભોજન સમારંભનું સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મહિલા વિકાસ ગૃહમાં બાળાઓને ચોપડા તથા પુસ્તકોનું વિતરણ,અમરેલી શહેરના જેસિંગપરામા સર્વરોગ નિદાન કેમ્પ, 150થી વધુ સગર્ભા માટે મેડિકલ કીટ, યોગ કેમ્પ, આયુર્વેદિક ઔષધીઓ કીટ વિતરણ, શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ 10 અને 12ના પ્રથમ ટોપર્સ વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ અને વિધા ઉપાસદ અભિવાદન સમારોહ યોજાશે. અમરેલી શહેરમાં અલગ અલગ સ્લેમ વિસ્તારમાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ છે.
અમરેલી શહેરમાં બહેરા મૂંગા 70થી વધુ વિધાર્થીઓ માટે એજ્યુકેશન કીટ વિતરણ અને આ સિવાય કામધેનુ ગૌશાળા ખાતે લીલું નિરણ ગામમાં પાંચથી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને સંગઠનના કાર્યકર્તાઓ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા યુવા ગૃપ સંસ્થાના લોકો દ્વારા કૌશિક વેકરિયાના જન્મ દિવસની ઠેર ઠેર અલગ અલગ ગામડામાં અને શહેરમાં ઉજવણી કરવામાં આવશે.







